સાઇકલ સવારને બચાવા જતા બસ પલ્ટી: સુગર મિલના કર્મચારીઓને થઇ ઇજા

રજપુરા સુગર મિલમાં કામ કરતા કેટલાક મજૂરો બસની હડફેટે આવી જતા ઇજા પામ્યા હતા.આસાયકલ સવાર મુસાફરો અચાનક બસ તરફ આવ્યા હતા અને બસ તેને બચાવવાના પ્રયાસમાં પલટી ગઈ. રાજપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગવન-બબરાલા રોડ પર મીની બસ પલટી ગઈ હતી. જેમાં સુગર મિલમાં કામ કરતા 13 કાશ્મીરી મજૂરો સહિત 16 લોકો ઘાયલ થયા છે. અકસ્માત સર્જાયા બાદ ત્યાં અંધાધૂંધી સર્જાઇ હતી, સ્થળ ઉપર ભેગા થયેલા રાહદારીઓએ પોલીસને જાણ કરી હતી. ઘાયલોને બુલંદશહેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમર ઉજાલામાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, રજપુરા સુગર મિલમાં કામ કરતા કાશ્મીરના 13 લોકો મિની બસમાં દિલ્હી જવા રવાના થયા હતા. બસ ટી-પોઇન્ટ ચોકી પાસે પહોંચી ત્યારે અચાનક સાઇકલ સવાર બસની સામે આવી હતી, બસ ડ્રાઈવરે સાયકલ સવારને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે બસ બેકાબૂ પલટી ખાઈ ગઈ હતી.આ અકસ્માતમાં બસના ચાલકો ગુરમીતસિંહ, ગગનદીપસિંહ, મોહમ્મદ યુસુફ, અબ્દુલ લતીફ, મુસ્તાક અહેમદને ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય 11 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘાયલ સાયકલ સવાર દિલ્હીથી બડાઉન જઇ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here