દેશ આજે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સરકારે 20 કરોડ ઘરમાં તિરંગો લહેરાવવાનું અભિયાન રાખ્યું હતું અને તેના ભાગરૂપે ઘરે ઘરે તિરંગો લહેરાયો પણ હતો પરંતુ દેશમાં છેલ્લા 75 વર્ષમાં અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા.તમામ અડચણને બાદ કરતાં પણ ભારત તેજી સાથે આર્થિક વિકાસની રાહ પર ચાલી રહ્યો છે. હવે પાંચ ટ્રિલિયન ભારતીય ઇકોનોમીની વાત કરવામાં આવી રહી છે. આજે દુનિયામાં સૌથી ઝડપથી ઊભરતી આર્થિક વ્યવસ્થા ભારતની છે તેવું માનવામાં આવી રહ્યું છે. આઝાદી પછી અંગ્રેજોએ ભારતના બટવારા કર્યા ત્યાર પછી યુદ્ધ પણ થયા આતંકવાદી હુમલા પણ થયા વાવાઝોડા અને દુષ્કાળ નો સામનો પણ કર્યો. આવી અનેક તકલીફો બાદ પણ ભારત આજે મજબૂતીથી આગળ વધી રહ્યું છે.
પણ દેશ 1947 માં આઝાદ થયો ત્યારે અનેક ચીજવસ્તુઓના ભાવ શું હતા તેના પર નજર કરીએ તો 1947માં પેટ્રોલ ની કિંમત માત્ર 27 પૈસા પ્રતિ લીટર હતી જ્યારે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા પ્રતિ લીટર છે. ચોખાની વાત કરીએ તો 12 પૈસે કિલો મળતા હતા જે આજે ૪૦ રૂપિયા પ્રતિ કિલો છે ખાંડની વાત કરીએ તો 40 પૈસા પ્રતિ કિલો ખાંડ મળતી હતી જે આજે 42 રૂપિયા પ્રતિ કિલો ખાંડ બજારમાં ઉપલબ્ધ બની છે