શેરડી પેટેની ચુકવણી ન થતા બે ખેડૂતો અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર બેસી ગયા

99

અંબાલા ખેડૂતોને પોતાનીજ શેરડીના નાણાં  ન મળે ત્યારે તેવો હડતાલ,દેખાવો અને વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરતા હોઈ છે ત્યારે અંબાલાની નારાયણગઢ  સુગર મિલ દ્વારા શેરડીના નાણાં ની ચુકવણીમાં વિલંબ થતાં ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ મંગળવારે  બે ખેડૂતો અનિશ્ચિત ભૂખ હડતાલ પર બેસી ગયા હતા. ભારતીય કિસાન યુનિયનના બ્લોક પ્રમુખ નરપત રાણા અને જિલ્લા પ્રમુખ જસ્મર સિંહે ભૂખ હડતાલ શરૂ કરી દીધી છે. નરપત રાણાએ જણાવ્યું હતું કે, “શેરડીના ખેડુતો દર વર્ષે તેમની ચુકવણી ક્લિયર થાય તે માટે આંદોલન કરવાની ફરજ પાડે છે.

આ સીઝનના 50 કરોડ રૂપિયાથી વધુની ચુકવણી બાકી છે.અમારી નિયમિત અને વહેલી ચુકવણીની માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ પર બેસીશું. ”આ દરમિયાન, ભારતીય કિસાન સંઘ (ચારુની) પણ આ મુદ્દે મહાપંચાયત કરશે. યુનિયન દ્વારા ગયા મહિને મહાપંચાયત નું નક્કી કરવુ પડ્યું હતું, કારણ કે મિલ સમયસર તેના બાકી ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઈ હતી. નારાયણગઢ  એસડીએમ અદિતિએ જણાવ્યું હતું કે, 24 ડિસેમ્બર સુધીની ચુકવણીઓ ક્લિયર થઈ ગઈ હતી અને અમે આ સપ્તાહમાં ડિસેમ્બરની ચુકવણી સાફ કરવાની આશા રાખીએ છીએ.અમે ખેડૂતોને સમજાવવા પ્રયત્નો કર્યા છે,પરંતુ તેઓ તેમની માંગ પર અડગ હતા.અમને આશા છે કે તેઓ બુધવારે ઉપવાસ સમાપ્ત કરશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here