વર્ધન એગ્રો દ્વારા દરેક સદસ્યોને 20 કિલોગ્રામ ખાંડ નિઃશુલ્ક આપવાંમાં આવી

64

વર્ધન એગ્રોના સદસ્યો માટે એક ખુશખબરી છે. અહીંના દરેક સભ્યોને કંપની તરફથી 20 કિલો ખાંડ ફ્રીમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.પાટીલ કદમના અધ્યક્ષસ્થાને વર્ધન એગ્રોની ફેક્ટરીમાં મિલની સામાન્ય સભા હતી.કદમે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે શેરડીની અછત હોવા છતાં,ચાલુ સીઝનમાં મિલ સારી ચાલી રહી છે.મિલ સભ્યોને 20 કિલો નિશુલ્ક ખાંડ આપવાનો નિર્ણય સર્વસંમતિથી તમામ બોર્ડના ડિરેક્ટર દ્વારા લેવામાં આવ્યો હતો.અને તેનું મિલમાં વિતરણ કરાયું હતું.

એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વિક્રમશીલ કદમે જણાવ્યું હતું કે, ચેરમેન શેરહોલ્ડરોના ફાયદા માટે નિશુલ્ક ખાંડ આપવા માટે હિંમતવાન નિર્ણય લીધો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે,હિસ્સેદારો માટે વિવિધ યોજનાઓ લાગુ કરવામાં આવશે.મિલના ડિરેક્ટર સુદામ દિક્ષિત,પૃથ્વીરાજ નિકમ,યશવંતરાવ ચવ્હાણ, વિકાસ જાધવ,ભીમરાવ ડાંગે,દિપક લીમકર,અવિનાશ સાલુન્કે,સંજય માણે,સંતોષ ગાડગે ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here