છેલ્લા 24 કલાકમાં 20,652 કોરોના દર્દીઓ રિકવર થયા; 133 દર્દીઓના મોત

મહારાષ્ટ્ર અને કેરાલામાં વધી રહેલા કોરોના કેસ બાદ હવે ભારતમાં કોરોના પર ફરી કાબુ આવી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 15 દિવસથી કેરાલામાં કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 20,652 દર્દીઓ ભારતમાં સાજા થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા 17,921 કેસ સામે આવ્યા હતા જયારે 24 કલાક દરમિયાન 133 લોકોના મૃત્યુ પણ નિપજ્યા હતા. હાલ ભારતમાં કુલ કેસની સંખ્યા 1,12,62,707 પર પહોંચી છે .

ભારતમાં કુલ સાજા થઈને ઘરે પાછા ફરનાર દર્દીઓની સંખ્યા 1,09,20,046 પર પહોંચી છે. હાલ ભારતમાં રિકવરી રેટ 97% સુધી જોવા મળી રહ્યો છે.હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 1,84,598 પર જોવા મળી રહી છે.જયારે ગઈકાલે વધુ 133 લોકોના મોત નિપજતા કુલ મૃતકોની સંખ્યા 1,58,063 પર પહોંચી છે.

જોકે મહારાષ્ટ્રમાં કેસ વધ્યા છે અને ઘણા શહેરો અને જિલ્લામાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને જલગાંવમાં કલેક્ટર દ્વારા જનતા કર્ફ્યુ પણ ઘોષિત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પણ લોકોને વધુ સતેજ રહેવાની અને કોરોનાના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું પણ જણાવ્યું છે.સાથોસાથ લોકો જો નિયમોનું પાલન નહિ કરે તો ફરી લોકડાઉન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચારી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here