ભારતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 23,950 નવા કોરોના દર્દીઓ

90

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં, કોરોના વાયરસના 23,950 કેસ નવા કેસ નોંધાયા હતા અને ભારતમાં 24 કલાક દરમિયાન 333 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. ભારતમાં કોરોના વાયરસની કુલ સંખ્યા હવે 1,00,99,066 સુધી પહોંચી છે.

કોરોનાવાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 96,63,382 થઈ છે, અને રાષ્ટ્રીય રિકવરી દર 95.69 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે કોરોના વાયરસના કેસમાં મૃત્યુ દર 1,46,444 (1.45 %) છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ દેશમાં કોરોનવાઈરસના એક્ટિવ કેસની સંખ્યા 2,89,240 છે.જે ટોટલ કેસના 2.86% જેટલા છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં 26,895 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here