ભારતમાં નોંધાયા 30,005 નવા કોરોના દર્દીઓ

194

ભારતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના ના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 30,005 જોવા મળી હતી. ગઈકાલે પણ પૉઝિટિવ કેસની સંખ્યા 30,000ની અંદર જોવા મળી હતી. હાલ ભારતમાં કુલ 98,26,775 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા પણ પોઝિટિવ કેસની સંખ્યા કરતા વધારે જોવા મળી છે. જે એક સારા સંકેતની નિશાની છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 33,494 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે ગયા છે અને આ સાથે ભારતમાં સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા 93,24,328 પહોંચી ગઈ છે. હાલ ભારતમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,59,819 સુધી જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 442 મૃત્યુ જોવામળ્યા છે. કુલ મૃત્યુ આંક 1,42,628 સુધી પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here