ભારતમાં આજે 3,55,338 દર્દીઓ સાજા થયા; 4,205 દર્દીના થયા મોત

90

નવી દિલ્હી: ભારતમાં આજે સતત બીજા દિવસે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કુલ પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. ગઈકાલે પોઝિટિવ કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. આજે ભારતમાં કુલ 3,48,421 નવા દર્દી નોંધાયા હતા જેની સામે ભારતમાં 3,55,338 દર્દી રિકવર થયા હતા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 3,48,4121 દર્દીઓ નોંધાયા ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 2,33,40,938 પાર પહોંચી છે જયારે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 1,93,82,642 પાર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 3,55,338 દર્દી સાજા થયા હવે ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 37,04,099 રહી છે.
જોકે ભારતમાં કોરોના ના નવા લક્ષણોને કારણે મોતની સંખ્યા પણ દિનપ્રતિદિન વધતી જોવા મળી છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 4,205 લોકોના મોત નિપજતા ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 2,54,197 પાર પહોંચી છે.

ભારતમાં હાલ વેક્સીન નું કામ પણ પુરા દેશમાં જોરશોરથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 17 કરોડ, 52 લાખ,35 હજાર નવસો એકાણું લોકોને રસી આપી દેવામાં આવી છે . ગઈકાલે ભારતમાં કુલ 24,46,674 લોકોને રસી આપવામાં આવી છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here