મરાઠાવાડના 38,000 શેરડી કાપનારા મજૂરો પોતાના વતન પહોંચ્યા

98

અંતે મરાઠાવાડના શેરડીના ખેડૂતો પોતાના વતન જવામાં સફળ થયા છે.છેલ્લા કેટલાક સમયથી તેમના વતન જવા માટેના પ્રયત્ન થઇ રહ્યા હતા.જિલ્લા કલેક્ટર નવલ કિશોર રામે જણાવ્યું હતું કે તેમણે મરાઠાવાડામાં તેમના સાથીદાર સાથે સંકલન કરી 38,000 શેરડીના મજૂરો ને ટર્મના ગામ મોકલી દેવામાં આવ્યા છે.

મોટા ભાગના શેરડી કાપનારા મજૂરો બીડ અને અહેમદનગરના હતા અને તેમના કોન્ટ્રાક્ટરોએ તેમને પરિવહન માટે ટ્રક ભાડે લઈને તેમને વતન મોકલી દેવામાં આવ્યા છે.

પુણેમાં પણ 50,000થી વધારે મજુર અને કામદારો ફસાયેલા હતા અને સંબંધિત કલેક્ટરો વચ્ચે સંકલન બાદ તેમની આંતર-જિલ્લા સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હતું, એમ રામે જણાવ્યું હતું.

“આ શેરડી કામદારો જિલ્લાના જુદા જુદા સ્થળોએ અટવાયા હતા અને તેમને અસ્થાયી કેન્દ્રોમાં ગોઠવાયા હતા. રાજ્ય સરકારની સૂચના મુજબ કલેક્ટરે એક બીજા સાથે વાતચીત કરીને તેમના ગામોમાં પાછા મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,” એમતેમણે જણાવ્યું હતું.

આ તમામને પોતાના વતનમાં ક્વોરન્ટીન થવાની સલાહ પણ આપવામાં આવી છે.

રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો કે એક લાખ પરપ્રાંત્ય શેરડીના કામદારો તબીબી પરીક્ષણોને આધિન લોકડાઉન વચ્ચે તેમના ગામોમાં પાછા ફરશે.

રાજ્યમાં 38 ખાંડ ફેક્ટરીઓના પરિસરમાં અસ્થાયી આશ્રયસ્થાનોમાં 1.31 લાખ શેરડીના કામદારો રહેતા હતા.તમામનું હેલ્થ ચેક અપ કરાવ્યા બાદ તેઓને પોતાના વતન મોકલી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here