ભારતમાં નોંધાયા નવા 39,796 કોરોના પોઝિટિવ કેસ; એક્ટિવ કેસની સંખ્યા 5 લાખની અંદર

65

ભારતમાં કોરોનાના કેસ હવે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે. અને તેને કારણે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘાઈ રહી છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 39,796 કેસ નોંધાયા હતા જેને કારણે ભારતમાં કુલ પોઝિટિવ નોંધાયેલા કેસોની સંખ્યા 3,05,85,229 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 723 લોકોના મોત પણ કોરોનાને કારણે નોંધાયા છે.
આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં આજે પણ નવા કેસ કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી હતી અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં 42,352 કેસ સાજા થતા ભારતમાં કુલ રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2,97,00,430 પર પહોંચી છે. જ્યારે એક્ટિવ કેસ પણ હવે 5 લાખની અંદર જોવા મળી રહ્યા છે. હાલ ભારતમાં 4,82,071 એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે.

ભારતમાં હજુ પણ જે નવા કેસ આવી રહ્યા છે તેમાં દેશના કુલ કેસના 35% થી વધુ કેસ માત્ર કેરાલામાં આવી રહ્યા છે જે ચિંતાનો વિષય છે છેલ્લા 5 દિવસથી કેરાલામાં રોજ પોઝિટિવ કેસની સંખ્યા 12 હજાર ઉપર જોવા મળી રહી છે જયારે મહારાષ્ટ્રમાં આશરે 8થી 9 હજાર પોઝિટિવ કેસ દરરોજ જોવા મળી રહ્યા છે.

નહારાત્મ છેલ્લા 24 કલાકમાં વધુ 723 લોકોના મૃત્યુ થયા કરતા કુલ મૃતકોની સંખ્યા 4,02,728 પર પહોંચી છે.

જોકે ગઈકાલે રવિવારે ભારતમાં રસીકરણ ની ગતિ બહુ ધીમી જોવા મળી હતી અને દિવસ દરમિયાન માત્ર 14,81,583 લોકોને ડોઝ આપી શકાય હતા. ભારતમાં કુલ 35,28,92,46 ડોઝ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here