છેલ્લા એક સપ્તાહમાં મોંઘવારી ફરી વધી રહી છે. માહિતી અનુસાર, ચોખાની કિંમત 9 ઓક્ટોબરના રોજ 37.65 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે મંગળવારે તે 38.06 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ઘઉંનો ભાવ રૂ. 30.09 થી વધીને રૂ. 30.97 થયો હતો જ્યારે લોટનો ભાવ રૂ. 35 થી વધીને રૂ. 36.26 પ્રતિ કિલો થયો હતો. જ્યારે બટાકાની કિંમત 26.36 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 28.20 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ડુંગળીની કિંમત 24.31 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 27.28 રૂપિયા થઈ ગઈ છે. ટામેટાના ભાવ 43.14 રૂપિયાથી વધીને 45.97 રૂપિયા પ્રતિ કિલો થયા છે.
માહિતી અનુસાર, ચણા દાળની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 71.21 થી વધીને રૂ. 74 પ્રતિ કિલો જ્યારે તુવેરની દાળની કિંમત રૂ. 110 થી વધીને રૂ. 112 પ્રતિ કિલો થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન અડદની દાળની કિંમત 106.53 રૂપિયાથી વધીને 108.77 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળની કિંમત 101.54 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 103.49 રૂપિયા થઈ ગઈ છે. મસૂર દાળ રૂ. 94.17 થી વધીને રૂ. 95.76 અને ખાંડનો ભાવ રૂ. 41.92 થી વધીને રૂ. 42.66 પ્રતિ કિલો થયો છે.
બે દિવસમાં થયેલા ભાવ વધારાની વાત કરીએ તો ખાંડ 41.92 42.66 રૂપિયા, સીંગતેલ 185.62 189.00 પાર જોવા મળી રહ્યું છે. જયારે વનસ્પતિ તેલ 145.00 થી વધીને 147.69 રૂપિયા અને સોયા તેલ 147.24 થી વધીને 149.56 પાર જોવા મળી રહ્યું છે.સૂર્યમુખી તેલ પણ વધીને 163.52 થી વધીને હાલ 167.58 પાર પહોંચ્યું છે.