ભારતમાં કોરોનાવાયરસ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 55,079 કેસ નોંધાયા છે.સતત બીજા દિવસે ભારતમાં 50,000 થી વધુ એક્ટિવ કેેસો મળી આવ્યા છે. આ સિવાય 779 લોકોનાં મૃત્યુ થયા છે.ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 16,38,871 પર પહોંચી ગઈ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 35,747 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે, ભારત કોરોનાથી થતાં મોતની દ્રષ્ટિએ વિશ્વના પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.
દેશના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રની સ્થિતિ એકદમ ખરાબ છે. જ્યાં દર્દીઓની સંખ્યા 4 લાખ 11 હજાર પર પહોંચી ગઈ છે. ઉપરાંત, 24 કલાકમાં 266 નવા મૃત્યુ સાથે મૃતકોની સંખ્યા હવે વધીને 14,729 થઈ ગઈ છે. દેશના કુલ મૃત્યુમાં ત્રીજા ભાગથી વધુ હિસ્સો મહારાષ્ટ્રનો છે.તામિલનાડુનું સ્થાન સંક્રમિત રાજ્યોમાં બીજા ક્રમે છે.
જ્યાં એક દિવસમાં 5,864 નવા દર્દીઓ જોવા મળ્યા છે. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે 2 લાખ 39 હજાર 978 પર પહોંચી ગઈ છે. 1 લાખ 34 હજાર 403 કેસ સાથે દિલ્હી ત્રીજા ત્રીજા સ્થાને છે.ભારત માટે આશ્વાસનની વાત એ છે કે અત્યાર સુધીમાં કુલ દર્દીઓમાંથી આશરે 64 ટકા, અથવા 10 લાખ 57 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈને પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં 37 હજારથી વધુ દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 5 લાખ 45 હજારથી વધુ છે.