ઉત્તર પ્રદેશમાં 66 કંપનીઓ સેનિટાઇઝર ઉત્પાદનમાં કાર્યશીલ

દેશભરમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સનાખ્ય વધી રહી છે ત્યારે હવે સરકાર પણ વધુ સતર્ક થઇ રહી છે અને બધા રાજ્યોમાં સેનિટાઇઝરનું ઉત્પાદન વાહદરા માટે આગળ આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશ રાજ્યનો પણ સમાવેશ થાય છે. હાલ દેશમાં માસ્ક અને સેનિટાઇઝર ની માંગમાં ભારે વધારો થયો છે અને માંગ અને સપ્લાય ગેપને સરભર કરવાના પ્રયત્નમાં યોગી સરકારે સેનિટાઇઝર યુનિટ સ્થાપવા માટે પરવાનો આપવાની પ્રક્રિયામાં રાહત આપી છે. પરિણામે, રાજ્યમાં 66 કંપનીઓ સેનિટાઇસર તૈયાર કરી રહી છે.

હાલમાં આ કંપનીઓ રાજ્યમાં દરરોજ 1,45,860 લિટર સેનિટાઇઝર તૈયાર કરી રહી છે. અને આગામી દિવસોમાં ઉત્પાદનમાં વધારો થવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 23 સુગર મિલો,10 ડિસ્ટિલરીઓ, 26 સેનિટાઇઝર કંપનીઓ અને સાત અન્ય કંપનીઓ સેનિટાઇઝર્સ તૈયાર કરી રહી છે.કોરોનાવાયરસ ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં આશરે 3,99,350 લિટર સેનિટાઇઝરનું વેચાણ થયું છે.

“સરકાર રાજ્યમાં સેનિટાઇઝર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે.સેનિટાઇઝર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવામાં અમે તમામ શક્ય મદદ કરીશું, ઓદ્યોગિક વિકાસ પ્રધાન સતિષ મહાનાએ જણાવ્યું હતું. લોક ડાઉન હટાવ્યા પછી સરકાર અપેક્ષા રાખે છે કે વધુ કંપનીઓ સસેનિટાઇઝર ઉત્પાદન માટેના લાઇસન્સ માટે અરજી કરે. ઇથેનોલ,જેનો ઉપયોગ સેનિટાઇઝર તૈયાર કરવા માટે થાય છે, તે રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ઇથેનોલ સિવાય, આઇસોપ્રોપીલ આલ્કોહોલનો ઉપયોગ સેનિટાઇસર તૈયાર કરવા માટે પણ થાય છે.

ઉત્તર પ્રદેશ ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સેનિટાઇસર તૈયાર કરવામાં ઉદ્યોગપતિઓને પડી રહેલી મુશ્કેલીઓ વિશે માહિતગાર પણ કર્યા છે. “ઇથેનોલ રાજ્યમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. પરંતુ તેની ઉપલબ્ધતા આબકારી અધિકારીઓ પર આધારીત છે. આનાથી રાજ્યભરમાં ઇથેનોલનું કૃત્રિમ સંકટ સર્જાયું છે,”યુપી ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ પ્રશાંત ભાટિયાએ જણાવ્યું હતું.

ભાટિયાએ ઉમેર્યું હતું કે, “અમે સરકારને વિનંતી કરી છે કે સેનિટીઝર ઉત્પાદકોને પ્રાધાન્ય ધોરણે ઇથેનોલ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે એક્સાઇઝ વિભાગને નિર્દેશ આપવા જોઈએ.” ઉદ્યોગકારોએ રાજ્ય સરકારને ઇથેનોલ અને આઈસોપ્રોપીલ આલ્કોહોલ પર 18 ટકા જી.એસ.ટી. અને સેનિટાઇઝર પર 12 ટકા જીએસટી ઘટાડવાની વિનંતી પણ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here