વર્ષ 2020-21માં પેટ્રોલમાં 8.3 ટકા ઇથેનોલનું મિશ્રણ, તમામ રાજ્યોએ લક્ષ્યાંક હાંસલ કર્યો

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવાનું લક્ષ્ય પ્રાપ્ત થયું છે. નવેમ્બરમાં સમાપ્ત થતા માર્કેટિંગ વર્ષ 2020-21માં ઈથનોલ મિક્સ કરવાનું લેવલ 8.3 ટકાની આસપાસ પહોંચવાની શક્યતા છે. જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (HPCL) ના અધિકારીએ શુક્રવારે આ વાત કરી હતી. વર્ષ 2019-20માં પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ પાંચ ટકા હતું.

ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA) ના વેબિનારને સંબોધતા, HPCL ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સી શ્રીધર ગૌરે જણાવ્યું હતું કે વર્તમાન ઇથેનોલ સપ્લાય વર્ષ (ડિસેમ્બરથી નવેમ્બર) માં ઇથેનોલ મિશ્રણ સ્તર 8.2 ની આસપાસ છે. બે વર્ષમાં સરેરાશ પાંચ ટકાની વૃદ્ધિ સાથે 8.3 ટકા સુધી પહોંચવાની ધારણા છે.

તેમણે કહ્યું કે ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ સમગ્ર દેશમાં પહોંચી ગયો છે. ગૌરે કહ્યું, “સિક્કિમ છેલ્લું રાજ્ય હતું. ચાર દિવસ પહેલા અમે પણ સિક્કિમ પહોંચ્યા હતા. તમામ રાજ્યોમાં ઇથેનોલનું મિશ્રણ ચાલી રહ્યું છે.

ગૌરે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઇથેનોલ સંમિશ્રણ લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2021-22 ઇથેનોલ સપ્લાય અથવા માર્કેટિંગ વર્ષમાં પેટ્રોલમાં 10 ટકા મિશ્રણનું સ્તર પ્રાપ્ત થશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here