પેટ્રોલમાં ઈથનોલ મિશ્રણ ટાર્ગેટ 8% આ વર્ષે જ હાંસલ કરવામાં આવશે : ધર્મેન્દ્ર પ્રધાન

કેન્દ્ર સરકારના પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે જણાવ્યું હતું કે પેટ્રોલની સાથે ઈથનોલ મિશ્રિત કરવાના પ્રોગ્રામ અંગે ભારત સરકાર બહુ જ પ્લાનિંગ સાથે આગળ વધી રહી છે. અનેઆ વર્ષમાં જ 8% રેઈટ હાંસલ કરવામાં અમે સફળ થવા જય રહ્યા છે.કેન્દ્ર સરકારે આ માટે મિલ માલિકોને પોતાની સુવિધા વધારવા અને ઈથનોલનું ઉત્પાદન વધારવા માટે સોફ્ટ લોન આપવાની વ્યવસ્થા પણ કરી છે.

ઈસ્માની બોડીને સંબોધતા ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં સરકારે અનેક પ્રભાવશાળી પગલાં લીધા છે અને આ ખાંડ ઉદ્યોગને વર્ષો જૂની તકલીફોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો છે.છેલ્લા ચાર વર્ષમાં પેટ્રોલની સાથે ઈથનોલ મિક્સ કરવાનો રેસિયો 1.5 થી વધીને 4 % પહોંચ્યો છે જે 2018-19ના વર્ષ સુધીમાં અમે 7થી 8% ઈથનોલ મિક્સ કરવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છીએ જે અમે હાંસલ કરીશું.

.જોકે મંત્રીએ જણાવ્યું હતું કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જે ઈથનોલ ખરીદવામાં આવશે તેની કિમંત મોંઘી છે પણ સરકારે ખેડૂતોને મદદ કરવા માટે એક પવિત્ર પગલું લીધું છે. સાથે સાથે એનર્જીના પ્રશ્નો પણ ઉકેલાશે।સરકાર હાલ 8 થી 10 લાખ કરોડનું વિદેશી હૂંડિયામણ વીજળીની ડિમાન્ડ પુરી કરવા માટે એલ એન જી અને ક્રૂડ પ્રોડક્ટ ઈમ્પોર્ટ કરે છે.

પ્રધાને જણાવ્યું હતું કે ઈથનોલનું ઉત્પાદન વધારા માટે સૌથી પેહેલી અરજી કરનાર પેહેલા ગ્રુપને સરકારે સોફ્ટ લોન આપી છે અને હવે ટૂંક સમયમાં બીજા ગ્રુપને પણ લોન આપવામાં આવશે જૂનમાં સરકરે 4440 કરોડ સોફ્ટ લોન તરીકે સેન્ક્શન કરેલા છે જેનાથી ઘણા ફાયદા લેમવી શકાશે।ઔદ્યોગિક સમાચાર અનુસાર સરકાર 1800 કરોડની સબસીડી આપવાના પ્લાન પણ બનાવી રહી છે અને મોલિસીસ માંથી ઈથનોલ નું ઉત્પાદન કરવા માટેની સોફ્ટ લોન યોજના પણ હળવી બનાવશે।જોકે ઈથનોલના ભાવમાં 25% નો વધારો સુચવીને સરકારે આ ઔદ્યોગને સૌથી મોટી મદદ તો કરી જ દીધી છે.

સરકારે ઈથનોલ બ્લેન્ડીંગ પેટ્રોલ પ્રોગ્રામની શરૂઆત તો 2003માં કરી હતી.સરકારના આ પાઇલોટ પ્રોજેક્ટ પર્યાવરણ ફ્રેન્ડલી યોજનાના ભાગ રૂપે 21 રાજ્યો અને ચાર કેન્દ્ર શાષિત પ્રદેશમાં પણ વિસ્તર્યો હતો પણ પેટ્રોલમાં 10% ઈથનોલ મિશ્રિત કરવાનો ટાર્ગેટ હાંસલ કરી શકાયો ન હતો.જોકે 2013-14માં 38 કરોડ લીટર ઈથનોલની સામે હવે એ ઉત્પાદન 150 કરોડ લીટર સુધી પહોંચ્યું છે. પરંતુ હવે જેમ ઇસ્માના પ્રમુખ ગૌરવ ગોયલ જણાવે છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા 260 કરોડ લીટર ઈથનોલ ની ડિમાન્ડ બુક કરવામાં આવી છે જે હવે 10% સુધી વધારીને 330 કરોડ લીટર થશે.ગોયેલે તો એવી આશા પણ વ્યક્ત કરી હતી કે 2020 સુધીમાં 10% અને 2022 સુધીમાં 20% ઈથનોલ પ્રોડક્શન પેટ્રોલમાં મિક્સ થશે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here