ભારતમાં 8,603 નવા કોવિડ-19 કેસ નોંધાયા; 415 લોકોના મૃત્યુ થયા

44

નવી દિલ્હી: છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં કુલ 8,603 નવા COVID-19 કેસ અને 415 મૃત્યુ નોંધાયા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે આ માહિતી આપી હતી.

મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ, ભારતમાં સક્રિય કેસ લોડ હાલમાં 99,974 છે. સક્રિય કેસ કુલ કેસના 1 ટકા કરતા ઓછા છે અને હાલમાં તે 0.29 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી નીચો છે. છેલ્લા 24 કલાકમાં 8,190 દર્દીઓ સાજા થયા છે. આ સાથે ભારતમાં,કુલ રિકવરી વધીને 3,40,53,856 થઈ ગઈ છે. રિકવરી રેટ 98.35 ટકા છે.

દૈનિક હકારાત્મકતા દર 0.69 ટકા નોંધાયો હતો, જે છેલ્લા 61 દિવસથી 2 ટકાથી ઓછો રહ્યો હતો. શનિવારે 0.81 ટકાનો સાપ્તાહિક સકારાત્મક દર નોંધાયો હતો, જે છેલ્લા 20 દિવસથી 1 ટકાથી નીચે રહ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 453 લોકોના મૃત્તયુ થતા કુલ મૃત્યુઆંક 4,70,530 થયો છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ, 3 ડિસેમ્બરે 12,52,596 નમૂનાઓનું COVID માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. 3 ડિસેમ્બર સુધીમાં કુલ 64,60,26,786 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

દરમિયાન, દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનમાં, અત્યાર સુધીમાં 126.53 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here