ભારતમાં 9,119 નવા કોવિડ-19 કેસ; સક્રિય કેસ લોડ ઘટીને 1,09,940

નવી દિલ્હી ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,119 નવા COVID-19 કેસ નોંધાયા છે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી.

10,264 દર્દીઓ રિકવર થતા હાલ સક્રિય કેસલોડ ઘટીને 1,09,940 થયો જે 539 દિવસમાં સૌથી ઓછો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સક્રિય કેસ કુલ કેસના 1 ટકાથી ઓછા છે, જે હાલમાં 0.32 ટકા છે.

છેલ્લા 52 દિવસથી દૈનિક હકારાત્મકતા દર (0.79 ટકા) 2 ટકાથી ઓછો છે જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર (0.90 ટકા) છેલ્લા 62 દિવસથી 2 ટકાથી નીચે રહ્યો છે.

કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા હવે વધીને 3,39,67,962 થઈ ગઈ છે, જ્યારે દેશમાં રિકવરી રેટ હાલમાં 98.33 ટકા છે – જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

છેલ્લા 24 કલાકમાં 396 લોકો સંક્રમણને કારણે મૃત્યુ પામ્યા છે અને મૃત્યુઆંક 4,66,980 પર પહોંચી ગયો છે.

24 નવેમ્બર સુધી કોવિડ-19 માટે 63.59 કરોડથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 119 કરોડથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. (ANI)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here