ભારતમાં નોંધાયા વધુ 12,881 કોરોનાના દર્દીઓ

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સમગ્ર ભારતમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના કેસની સંખ્યામાં વધારો થયો છે. ભારતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 12,881 નવા કોરોના કેસ નોંધાયા હતા જેને કારણે ભારતમાં કુલ કેસની સંખ્યા 1,09,50,201 સુધી પહોંચી ગઈ છે.

છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ભારતના કુલ 11,987 દર્દીઓ સંપૂર્ણ સારવાર મેળવી ને સ્વસ્થ થયા છે અને તેમને રજા આપવામાં આવી છે આ સાથે ભારતમાં કુલ 1,06,56,845 દર્દીઓ સ્વસ્થ થયા છે હાલ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા 1,37,342 પર પહોંચી છે. જોકે કોરોના ને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 101 દર્દીના મૃત્યુ નિપજ્યા હતા.આ સાથે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 156,014 સુધી પહોંચી છે. રસીકરણ ની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધીમાં 94, 22,288 લોકોને રસી આપી દેવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here