ભારતમાં વધુ 23,529 કોરોનાના નવા દર્દી નોંધાયા

21

ભારતમાં કોરોનાના કેસમાં થોડો વધારો જોવા મળ્યો છે. ગઈકાલે ભારતમાં 24 કલાક પૂર્ણ થયા બાદ ભારતમાં નવા 23,529 કેસ સામે આવ્યા હતા. જેને કારણે ભારતમાં કોરોનાના અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 3,37,39,980 પર પહોંચી છે. જોકે ભારતમાં કોરોનાની સારવાર મેળવીને રિકવર થનાર દર્દીઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ 28,718 પાર પહોંચી છે. આ સાથે ભારતમાં સારવાર લઈને સ્વસ્થ થનાર દર્દીઓની કુલ સંખ્યા 3,30,14,898 પર પહોંચી છે.

જોકે ગઈકાલે પણ ભારતમાં કોરોનાને કારણે 311 લોકોના મોત નિપજ્યા હતા અને તેને કારણે અત્યાર સુધીમાં ભારતમાં 4,48,062 લોકોના મોત થઈ ચુક્યા છે.

હાલ ભારતમાં 2,77,020 દર્દીઓ સારવાર હેઠળ છે.

કોરોનાની રસીકરણમાં ભારતમાં અત્યાર સુધીમાં 88,34,70,578 ડોઝ આપી દેવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here