ભારતમાં નોંધાયા વધુ 24,492 કોરોના કેસ

112

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 24,492 જેટલા નવા COVID-19 કેસ અને 131 મૃત્યુ નોંધાયા છે, હાલ દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,23,432 થઈ ગઈ છે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી.

આ સાથે, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,14,09,831 થઇ છે જયારે સાજા થનાર કુલ દર્દીની સંખ્યા 1,10,27,543 પર પહોંચી છે. દેશમાં કોરોનાવાયરસે અત્યાર સુધી 1,58,856 લોકોના જીવ લીધા છે.

દેશભરમાં અત્યાર સુધીમાં COVID-19 રસીના આશરે 3,29,47,432 ડોઝ આપવામાં આવ્યા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, 15 માર્ચ સુધી 22,82,80,763 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં 15 માર્ચના 8,73,350 નમૂનાઓનો સમાવેશ થાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here