અદાણીની એક વધુ કંપનીમાં રોકાણનો સારો મોકો; ટૂંક સમયમાં અદાણી જૂથ અદાણી વિલ્મરનો IPO લાવશે

જો તમે અદાણી જૂથની કંપનીઓમાં નાણાં રોકવા માંગતા હોવ તો તમારા માટે આ એક સારી તક આવી છે. ખાદ્ય તેલ કંપની અદાણી વિલ્મર લિમિટેડે સોમવારે પારંભિક જાહેર ઓફર (IPO) મારફતે રૂ .4,500 કરોડ એકત્ર કરવા માટે બજાર નિયામક સેબીને દસ્તાવેજો રજૂ કર્યા હતા. કંપની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ ખાદ્ય તેલ વેચે છે અને આ ક્ષેત્રની મુખ્ય એન્ટિટી છે. અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અને વિલ્મર ઈન્ટરનેશનલ લિમિટેડ અદાણી વિલ્મર લિમિટેડમાં 50-50 ટકા હિસ્સો ધરાવે છે.

પ્રોસ્પેક્ટસ મુજબ, અદાણી વિલ્મર આઈપીઓ હેઠળ રૂ .4,500 કરોડના નવા શેર બહાર પાડશે. અદાણી ગ્રુપે સ્ટોક એક્સચેન્જને નોટિસમાં જણાવ્યું હતું કે, “આમાં વેચાણ માટે ઓફરનો સમાવેશ થતો નથી. આ રકમનો ઉપયોગ પુન: ચુકવણી, વ્યૂહાત્મક હસ્તાંતરણ અને રોકાણ અને સામાન્ય કંપની કામગીરી માટે પણ કરવામાં આવશે.

અદાણી ગ્રુપની આ સાતમી કંપની હશે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. અગાઉ અદાણી પોર્ટ, અદાણી એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર સહિત 6 કંપની શેરબજારમાં પહેલેથી જ લિસ્ટેડ છે. ફોર્ચ્યુન બ્રાન્ડ ઓઇલનો દેશમાં લગભગ 20% હિસ્સો છે. કંપની પાસે તેના વર્તમાન 40 એકમોમાં 16,800 ટન રિફાઇનિંગ ક્ષમતા છે. તે જ સમયે, પેકેજિંગ ક્ષમતા 12,900 ટન છે. આ સિવાય, કંપની બાસમતી ચોખા, દાળ અને સોયાનું પેકેજિંગ પણ કરે છે.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here