એક મહિના બાદ ડીઝલના ભાવમાં નોંધાયો ઘટાડો

49

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલના ભાવ બુધવારે 32 માં દિવસે યથાવત રહ્યા હતા, જ્યારે 31 દિવસના અંતરાલ બાદ આજે ડીઝલના ભાવ 20-21 પૈસાની રેન્જમાં ઘટ્યા હતા. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.67 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. બુધવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 107.83 રૂપિયા પ્રતિ લિટર યથાવત રહ્યો હતો, પરંતુ ડીઝલનો ભાવ ઘટીને 97.24 રૂપિયા પ્રતિ લીટર થયો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ), ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ), અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) જેવી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારા સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવે છે.

દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો ઇનકાર કર્યો હતો, જે ઓલટાઇમ હાઇ પર છે. સીતારમણે જણાવ્યું હતું કે, અગાઉની કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે બળતણની કિંમતો અને કિંમતમાં તફાવતને કૃત્રિમ રીતે દબાવવા માટે સરકારી ઓઇલ કંપનીઓને બોન્ડ જારી કર્યા હતા. આ ઓઇલ બોન્ડ અને તેના પરનું વ્યાજ હવે ચૂકવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે સરકાર ઓઇલ બોન્ડના મુદ્દે ખુલ્લી પડી છે કારણ કે તેણે પેટ્રોલિયમ પેદાશો પર 22.34 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે એકત્ર કર્યા છે અને આ ટેક્સ ઘટાડીને લોકોને રાહત આપવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here