ચન્નારાયણપટ્ટના શ્રીનિવાસપુરા સ્થિત હેમવતી કોઓપરેટિવ સુગર મિલનો ડસ્ટ કેચર રવિવારે એક વિસ્ફોટ બાદ ધરાશાયી થયો હતો. જે બાદ હવે ખેડુતો પોતાની શેરડી પીલાણ અંગે ચિંતામાં મુકાયા છે.
બોઇલર સાથે જોડાયેલ ડસ્ટ કેચર ભારે ધડાકા સાથે ફાટ્યું હતું. તે સમયે નજીકમાં ઉભેલા મિલ કામદારો તેમની સલામતી માટે ભાગ્યા હતા.જોકે રાહતની વાત છે કે તેમાં કોઈને ઈજા થઈ નથી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.ડસ્ટ કેચર ફરીથી ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સુગર મિલનું સંચાલન ખાનગી કંપની કરે છે.આ કંપનીએ સુગર મીલના નવીનીકરણની કામગીરી શરૂ કરી હતી અને પિલાણકામનું કામ 29 માર્ચે શરૂ થવાનું હતું.આ કંપનીએ દિલ્હીની એક કંપનીને ડસ્ટ કેચર સ્થાપિત કરવા માટે રાખી હતી.
શ્રવણબેલાગોલાના ધારાસભ્ય સી.એન. બાલકૃષ્ણ અને એમ.એલ.સી. એમ.એ.ગોપાલસ્વામી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બાલકૃષ્ણએ પત્રકારોને જણાવ્યું હતું કે કંપનીના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે અને યુનિટ ફરીથી સ્થાપિત કરવા અને સુગર મિલને ઝડપથી શરૂ કરવા જણાવ્યું છે.