નવી સીઝન વર્ષમાં 6 મિલિયન ટન ખાંડની નિકાસનો ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ: ICRA

101

રેટિંગ એજન્સી ICRA એ ઓક્ટોબરથી શરૂ થતા સુગરના નવા વર્ષ દરમિયાન 6 મિલિયન ટન ખાંડ નિકાસ કરવાનો ટાર્ગેટ હાંસલ કરવો મુશ્કેલ બની રહેશે. 28 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ પર 6,268 કરોડની સબસીડી પણ જાહેર કરી છે.

રેટિંગ એજન્સી ICRAએ જણાવ્યું હતું કે ગ્લોબલ માર્કેટના સિનારિયા મુજબ અને ખાંડની કિમંત મુજબ 6 મિલિયન ટનનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કલ છે પણ તેમ છતાં તે નિકાસ થશે તે ભારતીય બજાર માટે સારું છે.નિકાસથી ખેડૂતોને પણ સમયસર ચુકવણી કરવામાં મદદરૂપ થશે અને મિલોને પણ પોતાની સ્થિતિ સુધારવામાં મદદ મળશે તેમ એજન્સી જરૂર માને છે.

છેલ્લા બે વર્ષ દરમિયાન ખાંડના રેકોર્ડ બ્રેક ઉત્પાદનને કારણે ભારતમાં સુગર બજારમાં ઘણી મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.

2017-18 માં ખાંડનું ઉત્પાદન 32.3 ની અપેક્ષા સામે 33 મિલિયન ટન થવા ગયું હતું જયારે ભારતમાં ખાંડનું ડોમેસ્ટિક માર્કેટ 26 મિલિયન ટનનું જ છે.

1 ઓક્ટોબરના રોજ ભારતમાં ખાંડનો સરપ્લસ સ્ટોક 14.2 મિલિયન ટન હોવાનું ખાંડ ઉદ્યોગ માની રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here