પાકિસ્તાન દ્વારા પૂર્વ વડા પ્રધાન શરીફની સુગર મિલો સામે કાર્યવાહી શરૂ

પાકિસ્તાન સરકારે દેશના પંજાબ પ્રાંતમાં જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સુગર મિલો વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી હતી. આ ઉપરાંત સરકારે આશરે 37 વર્ષો પહેલા દબાણ કરેલી 36 કેનાલ જમીનનો કબજો પણ કર્યો હતો.

એસીઈના વડા ગોહર નફીસે જણાવ્યું હતું કે,પંજાબ એન્ટી કરપ્શન એસ્ટાબ્લિશમેન્ટ (એસીઇ)એ 37 વર્ષ પહેલાં લાહોરથી આશરે 200 કિલોમીટર દૂર સાહિવાલમાં શરીફ પરિવારની મિલો દ્વારા અતિક્રમણ કરેલી 36 કાનાલ જમીન મેળવી હતી.
69 વર્ષના શરીફ 24 ડિસેમ્બર,2018 થી લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે,જ્યારે જવાબદારી અદાલતે તેમને અલ-અઝીઝિયા સ્ટીલ મિલ કેસમાં દોષી ઠેરવ્યો હતો.તેમની સામે ભ્રષ્ટાચારના ત્રણ કેસોમાંથી એક પનામા પેપર્સ કેસમાં સુપ્રીમ કોર્ટના 28 જુલાઇ, 2017 ના આદેશ મુજબ તેમની સજા ચાલી રહી છે.

શરીફ અને તેના પરિવારે કોઈ પણ ખોટું કામ ન કર્યું હોવાનું જણાવ્યુ હતું અને આક્ષેપ કર્યો છે કે તેમની સામે ભ્રષ્ટાચારના કેસો રાજકીય રીતે પ્રેરિત હતા. નફીસે જણાવ્યું હતું કે શરીફ પરિવારની ઇત્તેફાક સુગર મિલોએ રાજ્યની 36 કેનાલની જમીનનો વિસ્તાર અતિક્રમણ કરી 1982 માં તેનો એક ભાગ બનાવ્યો હતો.

જોકે,મિલોએ તેની મશીનરીને બીજી ખાંડ મિલો સ્થાપવા માટે પંજાબ પ્રાંતના રહીમ યાર ખાન ખાતે સ્થાનાંતરિત કરી હતી,જેને સુપ્રીમ કોર્ટે મોડી રાતે અટકાવી દીધી હતી.

નફીસે જણાવ્યું હતું કે તેમણે આ મામલે જવાબદારી નક્કી કરવા અને મિલો માલિકો પાસેથી 37 વર્ષથી ‘ભાડુ’ મેળવવાની દિશામાં આ બાબતે તપાસના આદેશ આપ્યા છે જેથી રાષ્ટ્રીય ખજાનાની ખોટની વળતર મળી શકે.

તેમણે જણાવ્યું હતું કે, શરિફ પરિવારના સભ્યોને રાજ્યની જમીનના અતિક્રમણ સંદર્ભે તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે એસીઈ દ્વારા ટૂંક સમયમાં આ અંગે નોટિસ ફટકારવામાં આવશે,તેમણે કહ્યું કે,1982 પછી જમીનનું કોઈ ભાડુ ચૂકવવામાં આવ્યું નથી અને તેની કિંમત અબજોમાં છે.

શરીફ પંજાબના મુખ્ય પ્રધાન હોવાના આધારે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને 1986 માં જમીન ફાળવવાનો આરોપ છે.અગાઉ તેમણે તપાસકર્તાઓને આપેલા જવાબમાં કહ્યું હતું: “તે 30 વર્ષથી વધુ જૂનો કેસ છે અને મને આ વિશે કંઈ યાદ નથી. મારી કાનૂની ટીમ આ સંદર્ભમાં જવાબ આપશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here