અદાણી વિલ્મર હવે બજારમાં બ્રાન્ડેડ ખાંડ વેંચશે

82

અદાણી વિલ્મેરે મંગળવારે કહ્યું હતું કે તે ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે ઉત્તરીય બજારમાં બ્રાન્ડેડ ખાંડનું વેચાણ કરશે. અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઈઓ અંગશુ મલ્લિકે જણાવ્યું હતું કે ખાંડ અમારા ખાદ્ય ધંધાના વિસ્તરણ તરફ આગળ વધવાની દિશાનો સ્પષ્ટ વિકલ્પ છે.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અદાણી વિલ્મેરે મે મહિનામાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યોના ભાગોમાં ફોર્ચ્યુન સુગર બ્રાન્ડ શરૂ કરી હતી અને હવે આવતા મહિને ઉત્તર ભારતમાં લોન્ચ કરવાની યોજના છે.

મલ્લિકે કહ્યું, “જુલાઈમાં અમારી પાસે પૂરા ઉત્તર ભારતીય બજારને પહોંચી વળવા માટે દિલ્હીમાં સુવિધા હશે.” હલદીયા અને કંડલામાં પણ આપણી વધુ ક્ષમતા શરુ થવાની છે. અમે આધુનિક વેપાર અને ઇ-કોમર્સ દ્વારા ફોર્ચ્યુન ખાંડ માટે ઘણી તકો દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here