102 દિવસ બાદ ભારતમાં કોરોનાના દૈનિક પોઝિટિવ કેસ 40,000 ની નીચે નોંધાયા

નવી દિલ્હી: ભારતમાં મંગળવારે 37,566 નવા COVID-19 કેસ નોંધાયા છે, જે 102 દિવસમાં પહેલીવાર છે કે દૈનિક કેસ 40,000 ની નીચે નોંધાયા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે.

આ સાથે, દેશના કુલ COVID-19 કેસ 3,03,16,897 પર પહોંચ્યા છે, જેમાં 2,93,66,601 સાજા થયા છે અને હાલ 5,52,659 સક્રિય કેસ છે.
COVID-19 ના મોતની સંખ્યા છેલ્લા 24 કલાકમાં 907 મૃત્યુ સાથે કુલ સંખ્યા 3,97,637 પર પહોંચી ગઈ છે.

ભારતમાં સોમવાર સુધીમાં કુલ 40,81,39,287 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે 17,68,008 પરીક્ષણ કરાયા હોવાનું ભારતીય તબીબી સંશોધન પરિષદ જણાવ્યું છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત 27,11,31,337 પ્રથમ ડોઝ અને 5,78,98,173 સેકન્ડ ડોઝ સહિત 32,90,29,510 કરોડ જેટલા COVID-19 રસી ડોઝ આપવામાં આવ્યા છે.

મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 52,76,457 ડોઝ આપવામાં આવી હતી જેમાં 41,24,221 લાભાર્થીઓને પ્રથમ ડોઝ મળ્યો હતો અને 11,52,236 એ તેમનો બીજો ડોઝ મેળવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here