ભારતમાં 40 દિવસ બાદ કોરોના પોઝિટિવ નવા દર્દી ની સંખ્યા એક દિવસમાં 2 લાખની અંદર જોવા મળી

ભારતમાં કોરોના વાયરસને લઈને એક સારા સમાચાર છે. ભારતમાં કોરોના ના કેસ ઝડપથી ઘટી રહ્યા છે. 40 દિવસ પછી પહેલી વખત દરરોજ નોંધાતા કેસની સંખ્યા 2 લાખના આંક થી નીચે પહોંચી છે, છેલ્લા 24 કલાકમાં 1,96,427 નવા દર્દીઓ સામે આવ્યા છે. જોકે સાથોસાથ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,741 મોત પણ નોંધાયા છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (એમ એચ એફ ડબ્લ્યુ) ના જણાવ્યા અનુસાર, દેશમાં 24 કલાકના ગાળામાં 3,26,850 દર્દીઓ રિકવર થયા છે, જે નવા કેસ કરતા ઘણી વધારે છે.

ભારતમાં કમ્યુલેટિવ કેસ 25,86,782 સક્રિય કેસ સહિત 2,69,48,874 પર છે. મૃત્યુઆંક 3,07,231 પર પહોંચી ગયો, જ્યારે રિકવરી 2,40,54,861 પર પહોંચી ગઈ છે.

સક્રિય ચેપની સંખ્યામાં તાજેતરમાં મહારાષ્ટ્રને પાછળ છોડી દેનાર કર્ણાટકમાં હવે 4,40,435 સક્રિય કેસ છે, જે રાજ્યને રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત બનાવે છે. મહારાષ્ટ્રમાં 3,27,580 સક્રિય કેસ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) મુજબ, 24 મે સુધી કોવિડ -19 માટે કુલ 33,25,94,176 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 20,58,112 નમૂનાઓ સોમવારે પરીક્ષણ કરાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી કે 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધીમાં કોવિડ -19 રસીના 19,85,38,999 ડોઝ આપવામાં આવ્યા છે.

19 મેના રોજ ભારત છેલ્લા 24 કલાકમાં 4,529 નવા મોત સાથે સૌથી વધુ સિંગલ-ડે કોવિડ-19 જાનહાનિ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here