66 દિવસ બાદ ભારતમાં દિવસમાં 1 લાખથી નિચે કોરોના કેસ નોંધાયા

58

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 66 દિવસ પછી પહેલીવાર એક લાખ ની અંદર નવા કોવિડ -19 કેસ નોંધાયા છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 86,498 નવા કેસ નોંધાયા છે; દરરોજની COVID કેસો 66 દિવસમાં સૌથી ઓછા છે. સોમવારે, દેશમાં 1,00,636 નવા COVID-19 કેસ નોંધાયા છે.
ભારતમાં કોવીડ કેસની સંખ્યા હવે 2,89,96,473 પર પહોંચી ગઈ છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં આ રોગમાંથી 1,82,282 જેટલા દર્દીઓ સાજા થતા કુલ રિકવરી 2,73,41,462 પર આવી છે. દરમિયાન, દેશમાં કોરોના કેસની સક્રિય સંખ્યા 13,03,702 છે. છેલ્લા 24 કલાકમાં 2123 નવી જાનહાનિ સાથે, દેશમાં કોવિડ મૃત્યુઆંક 3,51,309 પર પહોંચી ગયો છે.

7 જૂન સુધીમાં દેશમાં 36.80 કરોડના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, એમ ભારતીય તબીબી સંશોધન પરિષદ જણાવ્યું હતું. રાષ્ટ્રીય રિકવરી દર વધીને 94.29 ટકા થયો છે. દરમિયાન, સાપ્તાહિક પોઝિટિવિટી દર 9.94 ટકા રહ્યો છે.

દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં અત્યાર સુધીમાં 23.61 કરોડથી વધુ રસી ડોઝ આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here