સત્તામાં આવ્યા બાદ પોન્ડિચેરીમાં સહકારી શુગર મિલ શરુ કરવામાં આવશે: જે પી નડ્ડા

પોન્ડીચેરી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ પોન્ડીચેરીમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓની કુલ 30 બેઠકોમાંથી 23 બેઠકો ઉપર ભાજપની પાર્ટી જીતશે. અહીં એએફટી ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધતા નડ્ડાએ કહ્યું કે, ભાજપ એક સારી સરકાર પૂરી પાડશે અને પોન્ડીચેરીમાં સહકારી ખાંડ મિલ ઉપરાંત એંગ્લો-ફ્રેન્ચ કાપડ મિલને ફરીથી ખોલી અને આધુનિક બનાવશે.

તેમણે કહ્યું કે ભાજપ શાસનમાં પોન્ડિચેરી, કારૈકલ અને યનામ વિસ્તારમાં ફ્લાય ઓવર બનાવવામાં આવશે અને પુડુચેરી અને કારૈકલને જોડતો નવો રેલ્વે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here