ધનુરા ખાંડ  મિલમાં ભીષણ આગ લાગતા  ખેડૂતોમાં ચિંતા

ચઢ્ઢા ગ્રુપની ધનુરા  સુગર મિલમાં ભીષણ આગ ફાટી  નીકર્યા બાદ બિઝનોર વિસ્તાર સ્થિત ખેડૂતોની સ્થિતિ વધુ વિકટ બની છે અને પોતાની ઉભી શેરડી હવે ક્રશીંગમાં જશે કે નહિ તેની ચિંતામાં પડી ગયા છે કારણ કે આગ લાગ્યા બાદ મિલને બંધ કરી દેવામાં આવી છે.ભીષણ આગમાં ત્યાં પડેલી શેરડીનો જથ્થો પણ બળી  ગયો હોવાનું જાણવા મળે છે.
 એવું આશ્વાશન આપવામાં આવ્યું છે કે ક્રશિંગ ફરી શરુ કરશે પણ જો પ્રોબ્લેમ હજુ વધુ રહેશે તો અહીં ક્રશિંગ ને બદલે ગ્રુપની બીજી મિલમાં ક્રશિંગ માટે મોકલવામાં આવશે.
એક રિપોર્ટ અનુસાર શનિવારે રાત્રે 3 : 30 વાગ્યા અનુસાર મિલમાં આગ લાગી હતી અને શેરડીનો મોટો જથ્થો તેમાં નાશ પામ્યો હતો આગ લાગી તે પેહેલા આ મિલમાં ક્રશિંગ પૂરું થવામાં બે દિવસ જ બાકી હતી પણ હવે ખેતરમાં પડેલા 6 લાખ કવીન્ટલ શેરડીના જથ્થાનું શું થશે તેની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
દરમિયાન ચઢ્ઢા ગ્રુપના ઓફિસર એ કે સિંઘે જણાવ્યું હતું આગને કારણે ભારે નુકશાન પણ ગયું છે અને બહાર આવતા થોડો સમય પણ લાગશે હાલ 55 જેટલા ટ્રક શેરડી ભરેલ ઉભા  છે અને મિલને રિઓપન  થતા  પણ સમય લાગશે પણ તેમ છતાં બાકીની શેરડી અમારા ગ્રુપની બીજી મિલમાં ક્રશ કરવા મોકલીદેવાશે  તેમ મિલ દ્વારા જણાવાયું છે.
આ વિસ્તારના ખેડૂત સુરેદ્રએ જણાવ્યું હતું કે જો ક્રશ નહિ થઇ તો અમારે અમારો ક્રોપ  5 % ઓછા ભાવે પણ વેંચી દેવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here