હવે સરકાર કરશે CNG ગેસ ની હોમ ડિલિવરી

ગાડીમાં સીએનજી ભરાવવા માટે લાંબી લાઇનો લાગે છે. કલાકો સુધી ઉભા રહ્યા બાદ લોકોનો નંબર આવે છે. પરંતુ હવે તમને જલદી જ આ ઝઝંટમાંથી છુટકારો મળવાનો છે. ખાણીપીવી અથવા ઘરેલૂ સામાનની માફક હવે સીએનજીની પણ હોમ ડિલીવરી (Home Delivery) શરૂ થવા જઇ રહી છે. બસ એક ફોન કોલ પર તમારી જરૂર અનુસાર સીએનજી તમારા ઘર સુધી પહોંચી જશે.

જોકે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલ ની માફક હવે સીએનજીની હોમ ડિલિવરી શરૂ કરવા જઇ રહી છે. પેટ્રોલિયમ મંત્રી ધમેન્દ્ર પ્રધાન અનુસાર, સરકાર કંપનીઓને જલદી સીએનજીની હોમ ડિલિવરીની પરવાનગી આપશે.

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સરકાર પેટ્રોલ-ડીઝલની માફક સીએનજીની હોમ ડિલિવરી ની પણ યોજના બનાવી છે. તેના પર કામ શરૂ કરી દીધું છે અને જલદી જ કંપનીઓને તેની પરવાનગી આપવામાં આવશે. તેમણે કહ્યું કે ઘરેબેઠાં સીએનજી મંગાવવાની સુવિધા એક કોલ પર મળશે. મોબાઇલ ડિસ્પેંસર દ્વારા લોકોને ડોર સ્ટેપ સીએનજી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પેટ્રોલ-ડીઝલની હોમ ડિલીવરી

પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલીવરી પહેલાં જ શરૂ થઇ ચૂકી છે. ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ માર્ચ 2018માં ચેન્નઇમાં ડીઝલની હોમ ડિલીવરી શરૂ કરી હતી.

ડીઝલ લેનાર ગ્રાહક એક મોબાઇલ એપ Repose app દ્વારા ઓછામાં ઓછા 200 લીટર ડીઝલ સુધી ઓર્ડર કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here