બે દિવસ ભાવ સ્થિર રહ્યા બાદ ભારતમાં આજે ફરી વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ

આજે ભારતમાં ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થયો છે. આજે ફરી પેટ્રોલમાં 35 પૈસાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જયારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 35 પૈસાનો વધારો ઓઇલ કંપનીઓએ ઝીંકી દીધો છે. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 6 રૂપિયાથી પણ વધારે રકમનો વધારો નોંધાયો છે.

ડીઝલ અને પેટ્રોલના ભાવમાં ફરી 35 પૈસા વધી જતા દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરે 107.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 96.67 રૂપિયાને પાર પહોંચ્યો છે. જયારે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં એક લીટર પેટ્રોલનો ભાવ વધીને 113.80 અને ડીઝલનો ભાવ 104.75 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ સાથે કલકત્તામાં પેટ્રોલનો ભાવ 108.45 અને ડીઝલનો ભાવ 99.78 રૂપિયા પહોંચ્યો છે. જયારે ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 104.92 અને ડીઝલનો ભાવ 100.92 રૂપિયા જોવા મળી રહ્યો છે.

મધ્યપ્રદેશના બાલાઘાટમાં તો પેટ્રોલનો ભાવ 120 રૂ[ઇયા સુધી પહોંચી ગયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવ 90ની ઉપર ડોલર સુધી પહોંચ્યા છે ત્યારે ભારતીય બજારમાં હજુ પણ બંને ઇંધણના ભાવ વધશે. ભારતમાં ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ ભાવ પેટ્રોલ અને ડીએલમાં વધ્યા છે.
દરમિયાન ભાવ વધારાને લઇને કોંગ્રેસ દેશવ્યાપી ભારે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. નવેમ્બર 14 થી 29 નવેમ્બર સુધી દેશભરમાં ઉગ્ર દેખાવો કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here