ઉત્તર પ્રદેશમાં ખેડૂતો માટે વધુ સવલતોની માંગ કરતા અખિલેશ યાદવ

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રાજ્ય સરકારને ખેડૂતોને વ્હારે આવીને વધુ સપોર્ટ કરવા અનુરોધ કર્યો છે.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે ઉત્તર પ્રદેશમાં ભારે તકલીફ ઉભી થઇ છે અને ખાસ કરીને ખેડૂતો માટે વધુ તકલીફ સામો સમય આવ્યો છે અને સોસાઈટીના લગભગ તમામ વર્ગને પણ અસર કરી રહ્યું છે ત્યારે ખેડૂતોને વ્હારે સરકારે એવું જોઈએ.

સમાજવાદી પાર્ટીની અધ્યક્ષ અખિલેશ યાદવે વધુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતોના ખાતામાં ત્રણ મહિના માટે 2000 રૂપિયા ખાતામાં જમા કરવામાં આવશે.
હાલ કોરોનાવાઇરસને  કારણે ખેડૂતોની તકલીફ વધી છે અને આવાસમયમાં ખેડૂતો પરનું દેવું માફ કરી દેવું જોઈએ અને પાક પર જે લોન લીધી છે તે માફ કરી દેવી જોઈએ.

અચાનક જાહેર કરાયેલા આ લોકડાઉનને કારણે કેટલાક એવા પ્રશ્નો ઉભા થયા છે જેને સરકારી મશીનરીઓ સાંભળી નથી રહી અથવા તેના પર ધ્યાન આપી નથી રહી.તેમને જણાવ્યું હતું કે ગોંડા,બલરામપુર પ્રયાગરાજ અને ઘણા અન્ય જિલ્લામાં ક્વોરેન્ટાઇન સેન્ટરમાં કોઈ સુવિધા નથી ખેપાલ પણ મિસિંગ જોવા મળે છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે એગ્રી માટે છૂટછાટો ટ્રાન્સપોર્ટમાં અને નાય રીતે આપવી જોઈએ.

સુગર ખેડૂતો માટે બોલતા સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે મિલો પાસે બાકી નીકળતા પુરા નાણાંચૂકવી દેવા જોઈએ અને કિસાન સમ્માન નિધિ રકમ પણ તુરંત જ તેમના ખાતામાં જમા થઇ જવી જોઈએ .  તેમને એવો પણ અનુરોધ કર્યો હતો કે ગરીબ લોકો પાસે રેશન કાર્ડ નથી તેઓને પણ તુરંત ફ્રીમાં રેશન મળવું જોઈએ અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવા જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here