નાણામંત્રીના અર્થવ્યવસ્થા પર અમી છાંટણા, તમામ ક્ષેત્રના ઉદ્યોગોને આપી રાહત

દેશમાં આર્થિક મંદીની સ્થિતીને સુધારવા માટે કેન્દ્રની મોદી સરકારે ટેક્સ સુધારવાની જાહેરાત કરી છે. કેશ ફ્લો વધારવા માટે સરકારે બેંકોને 70 હજાર કરોડ રૂપિયા ઇશ્યું કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા અપાયેલા 70 હજાર કરોડ રૂપિયાનાં પેકેજથી આર્થિક વ્યવસ્થામાં 5 લાખ કરોડ રૂપિયાનો કેશ ફ્લો આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રોકાણને વધારવા માટે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ પર ટેક્સ સરચાર્જને પરત લેવાની જાહેરાત કરી છે. વિદેશી સંસ્થાગત રોકાણો એટલે કે FPI પર પણ વધારાનો સરચાર્જ પરત લેવામાં આવશે.

હવે એકવાર ફરીથી બજેટ પહેલાની સ્થિતી પર પરત જવાનો નિર્ણય લેવાયો છે. બજેટ પહેલા FPI પર 15 ટકાનો સરચાર્જ લાગતો હતો, જેને બજેટમાં 25 ટકા કરી દેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટીના ઉલ્લંઘનને તેમણે ક્રિમિનલ કેસ નહી બનાવવાની વાત કરી. તેમણે કહ્યું કે, આ અંગે માત્ર દંડ જ વસુલવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ પર લાગનારા એંજલ ટેક્સને પરત લેવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

જીએસટીની ખામીઓને દુર કરાશે, બેંકોને 70 હજાર કરોડનું પેકેજ
આ સાથે જ બેંકો માટે 70 હજાર કરોડ રૂપિયાનાં પેકેજ રિલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા આર્થિક સુધારાઓનો ઉલ્લેખ કરતા નાણામંત્રીએ કહ્યું કે, જીએસટીમાં જે પણ ખામીઓ છે, તેને દુર કરીશું. ટેક્સ અને લેબર કાયદામાં સતત સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. તે કહેવું ભુલ છે કે સરકાર કોઇનું ઉત્પીડન કરી રહી છે. સંપત્તી બનાવનારા લોકોનું અમે સન્માન કરીશું. તેમણે કહ્યું કે, કંપનીઓનાં વિલય અને અધિગ્રહણની મંજુરી ઝડપથી આવી રહી છે. નાણામંત્રીએ કહ્યું કે, ટેક્સ ઉત્પીડનનાં મુદ્દાઓને ઘટાડવામાં આવશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે દેશની અર્થવ્યવસ્થા મુદ્દે સતત વિપક્ષનાં પ્રહારો વચ્ચે પત્રકાર પરિષદમાં કહ્યું કે, વિશ્વનાં અન્ય દેશો મંદીનો સામનો કરી રહ્યા છે. વિશ્વની તુલનાએ ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ સારી સ્થિતીમાં છે. નાણામંત્રીએ કહ્યું કે, વૈશ્વિક મંદીને સમજવાની જરૂર છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ ટ્રેડવોરના કારણે મંદીની સમસ્યા પેદા થઇ છે.

નિર્મલા સીતારમણે કહ્યું કે, એવું નથી કે મંદીની સમસ્યા માત્ર ભારતમાં જ છે પરંતુ સમગ્ર વિશ્વમાં છે. સુધારો એક નિરંતર ચાલતી રહેતી પ્રક્રિયા છે અને દેશમાં સતત આર્થિક સુધારાઓ થયા છે. ભારતની અર્થવ્યવસ્થા અન્ય દેશોની તુલનાએ ખુબ જ સારી છે.

નાણામંત્રીની મહત્વની જાહેરાતો…
– શેર બજારમાં કેપિટલ ગેન્સ પરથી સરચાર્જ હટાવાશે.
– સ્ટાર્ટ અપ ટેક્સ પુર્ણ કરવા માટે અલગ સેલ બનાવાશે.
– લોન આવેદન માટેની ઓનલાઇન નજર રાખવામાં આવશે.
– લોન ક્લોઝ થયા બાદ સિક્યોરિટી રિલેટેડ ડોક્યુમેન્ટ બેંકોએ 15 દિવસમાં આપવા પડશે.
– રેપોરેટ ઘટા વ્યાજ દર તુરંત જ ઘટશે.
– વ્યાજદર ઘટશે તો ઇએમઆઇ પણ ઘટશે.
– બેંકોને વ્યાજદરો ઘટાડવા અને રેપોરેટનો ફાયદો ગ્રાહકોને આપવો પડશે.
– ડીમેટ એકાઉન્ટ માટે આધારમુક્ત KYC રખાશે.
– વાહન ખરીદી વધારવા માટે સરકાર અનેક નવી યોજનાઓ પર કામ કરી રહી છે.
– 31 માર્ચ, 2020 સુધી ખરીદાયેલા BS-4 વાહનો માન્ય ગણાશે.
– EV અને BS-4 ગાડીઓનું રજીસ્ટ્રેશન ચાલુ રહેશે
– વન ટાઇમ રજીસ્ટ્રેશન ફીને જુન 2020 સુધી વધારી દેવાઇ છે.

ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત
નાણામંત્રીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, 2020 સુધી બીએસ-4 ગાડીઓ ચાલુ રહેશે. સ્ક્રેપેજના મુદ્દે ઝડપથી કેબિનેટને મંજુરી મળશે. સરકારી વિભાગો નવી ગાડીઓ ખરીદી શકશે. નાણામંત્રીએ કહ્યું કે, 2019 માં ગ્લોબલ ગ્રોથ 3.2 ટકાથી નીચે રહી શકે છે. તેમણે કહ્યું કે, હજી પણ આપણો વિકાસ દર અમેરિકા અને ચીન કરતા સારો છે. અમેરિકા અને ચીનમાં મંદીની અસર છે. જેની અસર ભારત પર પણ પડી છે. જો કે ભારતની અર્થવ્યવસ્થા મજબુત છે. ભારતમાં વ્યાપાર કરવો સરળ બન્યો છે. અમે સતત વ્યાપારને સરળ બનાવવાનાં પ્રયાસો કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here