Alphalogic Techsys Ltd એ ઇથેનોલ પ્લાન્ટ માટે જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ કરી

મુંબઈ: અલ્ફાલોજિક ટેકસીસ લિ.એ ચંદ્રપુર ડેવલપમેન્ટ સેન્ટર (તાડાલી) ખાતે ઈથેનોલ પ્લાન્ટ માટે 69,368 ચોરસ મીટર વિસ્તારનું જમીન સંપાદન પૂર્ણ કર્યું છે. કંપનીએ MIDC (મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન), ચંદ્રપુર (તાડાલી) ગ્રોથ સેન્ટર સાથે લીઝ કરાર કર્યો છે. કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, લીઝ કરારના પરિણામે, ચંદ્રપુર ખાતે જમીન સંપાદન પૂર્ણ થઈ ગયું છે. આ સમાચારને કારણે, શેરબજારમાં ગુરુવારે 12:26 વાગ્યે BSE પર Alphalogic Techsysનો શેર 6.65%ના ઉછાળા સાથે રૂ. 36.90 પર ટ્રેડ કરી રહ્યો હતો.

જયારે શુક્રવારે માર્કેટ ખુલતા આ શેર 38:00 રૂપિયા પાર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here