આંધ્ર પ્રદેશના પાર્વતિપુરમમાં ખેડૂતોને નાણાંની ચૂકવણીનો હજુ પણ છે ઇન્તજાર

પાર્વતીપુરમ: આંધ્રપ્રદેશના અનેક ખેડૂતોને પોતાની શેરડીની સમયસર ચુકવણી થતી નથી અને તેને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના પાર્વતીપુરમ વિસ્તારના સેંકડો શેરડી પકવતા ખેડૂતોને હજુ સુધી તેમના લેણાં મળ્યા નથી, જોકે લગભગ 20 કરોડની રકમ સરકારી અધિકારીઓ પાસે તૈયાર હોવાનું જાણવા મળે છે.

ધ હિંદુમાં છપાયેલા સમાચાર અનુસાર, સીતાનગરમ મંડલના લચૈયાપેટામાં એનસીએસ શુંગર્સની ખાલી પડેલી જમીનની હરાજીની બોલી લગાવનાર વ્યક્તિએ સરકારી અધિકારીઓ પાસે પૈસા પણ જમા કરાવ્યા હતા. શુંગર મિલ જે કામદારોના બાકી લેણાં ચૂકવવામાં અસમર્થ હતી, તેણે ખેડૂતોને તેમની બાકીની રકમ ચૂકવવા માટે તેમની ખાલી જમીનની હરાજી કરવાની મંજૂરી આપી છે પણ અહીં હજુ સેંકડો ખેડૂતો હવે તેમના લેણાંની રાહ જોઈ રહ્યા છે.

જનસેના પાર્ટીના નેતાઓ બાબુ પાલુરુ, વાંગલા ડાલિનાયડુ અને ચંદાકા અનિલ ખેડૂતોના બાકી ચૂકવણીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. તેમણે પાર્વતીપુરમના કલેક્ટર નિશાંત કુમારને એક મેમોરેન્ડમ આપ્યું અને ખેડૂતોને તેમના નાણાં ચૂકવવા માંગ કરી હતી.. બાબુ પાલુરુએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જમીનના વેચાણ દ્વારા મેળવેલા નાણાંને ડાયવર્ટ ન કરવું જોઈએ.

દરમિયાન, NCS સુગર્સના ડિરેક્ટર નારાયણમ શ્રીનિવાસે રાજ્ય સરકારને રેવન્યુ રિકવરી એક્ટ મુજબ નાણાંનો ભાગ ન કાપવા વિનંતી કરી કારણ કે તેનાથી ખેડૂતોને બાકી ચૂકવણીમાં ઘટાડો થશે. RR એક્ટ મુજબ રાજ્ય સરકાર લગભગ 10% રકમ રોકી શકે છે. તેમણે કહ્યું. અમે તેમની બાકી રકમ ચૂકવવા માટે જ જમીનની હરાજી કરવા સંમત થયા હતા. સરકારને વિનંતી કરવામાં આવે છે કે 10% રકમ તેમની તિજોરીમાં મોકલવાને બદલે હરાજી દ્વારા પ્રાપ્ત થયેલી સમગ્ર રકમ ખેડૂતોને વહેંચવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here