11 થી 17 મેથી નવી મુંબઈ,વાસી APMC રહેશે બંધ

મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતા, નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી કૃષિ ઉપજ મંડી સમિતિ (એપીએમસી) 11 થી 17 મે દરમિયાન બંધ રહેશે. કામદારો અને વ્યાપારીઓને ડર છે કે હાલની પરિસ્થિતિને કારણે તેઓને કોરોના વાયરસથી ચેપ લાગી શકે છે.

આ વચ્ચે એપીએમસી વહીવટ અને એનએમએમસી માર્કેટ સંકુલની સ્વચ્છતા કરવામાં આવશે. તમામ બજારોના હોદ્દેદારો વચ્ચે મળેલી બેઠક બાદ પાંચેય બજારો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે ખોરાક, શાકભાજી, ફળ, ડુંગળી-બટાટા અને મસાલા બજારો સંપૂર્ણ બંધ રહેશે. આ શનિવાર-રવિવારે બજાર ખુલ્લું રહેશે.

ગુરુવારે નવી મુંબઈના મેયર જયવંત સુતરે મહારાષ્ટ્ર સરકારને વાશીમાં એપીએમસી માર્કેટ બંધ કરવા તાકીદ કરી હતી. આ પહેલા એપીએમસીમાં કોરોના દર્દીઓ જોવા મળ્યા હતા, ત્યારબાદ અહીં સાવચેતી વધી છે કારણ કે અહીં ભીડ વધારે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here