ઈક્બાલપુર ખાંડ મિલને સોફ્ટ લોન ન મળતા ખેડૂતોના 72 કરોડ રૂપિયા અટવાયા

સરકારની યોજના બાદ પણ ઈક્બાલપુર ખાંડ મિલને સોફ્ટ લોન ન મળતા ઉત્તરાખંડના ખેડૂતોને લેવા પાત્ર 72 કરોડ રૂપિયાની ચુકવણી હજુ પણ થઇ શકી નથી.મિલની સાથે જોડાયેલા શેરડીના ખેડૂતો ઘણા લાંબા સમયથી આ પૈસાનો ઇન્તઝાર કરી રહ્યા છે પણ તેમને ક્યારે નાણાં મળશે તેનો ખ્યાલ નથી અને તેનો જવાબ પણ કોઈ પાસે નથી.ખાંડ મિલ અને શેરડી વિભાગના સરકારી અધિકારીઓ સાથે અનેક વાટાઘાટો કર્યા બાદ પણ પેમેન્ટ મળતું નથી તે લઈને ખેડૂતો ભારે પરેશાન છે.

લગભગ ત્રણ મહિના પેહેલા મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે ખેડૂતોને નાણાં ચૂકવી દેવા માટે મિલોને સોફ્ટ લોન આપવાની વાત કરી હતી.આ સોફ્ટ લોનનો સુગર મિલે અને એક ભાગ સરકારે આપવાનો હતો.સરકારી જાહેરાત બાદ ત્રણેય ખાંડ મિલો દ્વારા સોફ્ટ લોનની અરજી પણ કરવામાં આવી હતીકેટલાક દિવસ બાદ લિબ્બરહેડી અને લાક્ષાર ખાંડ મિલોને સોફ્ટ લોનના નાણાં પણ લોન સ્વરૂપે મળી ગયા હતા આમાંથી બંને મિલોએ ખેડૂતોના પૈસા ચૂકવી પણ દીધા પણ ઈક્બાલપુર ખાંડ મિલ દ્વારા દ્વારા સોફ્ટ લોનની અરજી સ્વીકારવામાં આવી નથી આ સુગર મિલ દ્વારા પંજાબ નેશનલ બેન્ક અને સહકારી બેંકમાં 36 -36 કરોડની બે સોફ્ટ લોન મુકવામાં આવી છે.

એવું પણ જાણવા મળે છે કે સહકારી બેંકે એવું જણાવ્યું છે કે તેઓ નાણાં ત્યારે જ ચુકવશે જયારે પંજાબ નેશનલ બેન્ક પણ લોન આપે જયારે પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવેલી અરજી મુખ્યલાય દ્વારા હજુ પાસ કરવામાં આવી નથી.ઈક્બાલપુર ખાંડ મિલની આર્થિક સ્થિતિ જોઈને હાલ બેન્ક પણ લોન દેવામાં ભારે ધ્યાન રાખી રહ્યું છે.અને તેને કારણે જ ઈક્બાલપુર સુગર મિલની લોન અટકી પડી છે.આવી પરિસ્થિતિમાં ખેડૂતો તો મિલો અને સરકારી અધિકારીઓ પાસે ચક્કર લગાવી રહ્યા છે જયારે સરકારી અધિકારી શૈલેન્દ્ર સિંહ જણાવે છે કે આ અખંડ મિલની પંજાબ નેશનલ બેંકમાં લોનની પ્રક્રિયા ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here