પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતાં બિમાર

98

પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અરૂણ જેટલીનું આખરે બિમારી બાદ નિધન થયું છે. જેટલીએ આજે એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. જેટલી છેલ્લા ઘણા સમયથી બિમાર હતાં અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે આજે 12:07 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતાં.

24 મી ઓગસ્ટના રોજ એઇમ્સ તરફથી અરૂણ જેટલીના સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ નાણા મંત્રી તેમજ રાજ્યસભાના સાંસદ અરુણ જેટલીનું 24 મી ઓગસ્ટે બપોરે 12:07 વાગ્યે નિધન થયું છે. અરુણ જેટલીને નવી દિલ્હી ખાતેની એઇમ્સ ખાતે તારીખ 09 મી ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ તેમની સારવાર કરી હતી.

જેટલીના નિધનના સમાચાર મળતા જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી આવવા રવાના થયા છે.

નોંધનીય છે કે, જેટલી વ્યવસાયે વકીલ હતા અને તેઓ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રિમંડળનો એક મહત્વનો ભાગ હતા. તેમણે નાણા મંત્રાલય અને રક્ષા બંને મંત્રાલયનો કાર્યભાળ સંભાળ્યો હતો અને તે સરકારના પ્રમુખ સંકટમોચન સાબિત થતા રહ્યા છે.

પોતાની નાદુરસ્ત તબીયતના કારણે જ 2019 માં લોકસભા ચૂંટણી લડી ન હતી. લાંબા સમયથી તે ડાયાબિટિસની પીડિત હતા. પોતાના વધતા વજનને ઠીક કરવા સપ્ટેમ્બર 2014 માં તેમણે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here