5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર; 3 ડિસેમ્બરે પરિણામ

નવી દિલ્હી: ચૂંટણી પંચે આગામી 9 ઓક્ટોબરે યોજાનારી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે મિઝોરમ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે.

મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે.

મતગણતરી 3 ડિસેમ્બરે થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું કે, 5 રાજ્યોની ચૂંટણીમાં લગભગ 60 લાખ મતદાતાઓ (18-19 વર્ષ) પ્રથમ વખત ભાગ લેશે. યુવા મતદારોને પ્રોત્સાહિત કરવા માટે 2900 થી વધુ મતદાન મથકોનું સંચાલન યુવાનો દ્વારા કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 17,734 મોડેલ મતદાન મથકો હશે, 621 મતદાન મથકોનું સંચાલન PWD કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે અને 8,192 પીએસ મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here