WTO માં ભારત સામે ફરિયાદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાના વ્યાપાર મંત્રી ઢીલા પડ્યા 

ઓસ્ટ્રેલિયાના વ્યાપાર પ્રધાન સાઇમોન બર્મિંગહામે ભારત સાથે ના સંબંધોમાં કોઈ આંચ ન આવી હોવાનું જણાવ્યું હતું.
ગત સપ્તાહ દરમિયાન ખાંડની સબસીડીના મુદ્દે ઓસ્ટ્રેલિયાએ ભારત સામે આક્ષેપ કરીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ફરિયાદ દાખલ  કરી હતી.  ભારતના સબસીડીના નિર્ણયને કારણે નિયમોનું પણ ઉલ્લંઘન થયું હોવાનું  પણ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું.જો કે  ગયા સપ્તાહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી  અને  ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સાથે મિટિંગ થયા બાદ સાઇમોન બર્મિંગહામ ઠંડા પડ્યા હતા અને ગુરુવારે ઓસ્ટ્રેલિયન ફાઇનાન્શિયલ રીવ્યુ ઇન્ડિયા બિઝનેસ સમિટને જણાવ્યું હતું કે “ડબ્લ્યુટીઓ વિવાદો મૈત્રીપૂર્ણ રાષ્ટ્રો વચ્ચે થાય છે.
તેમણે જણાવ્યું હતું કે અમે કોઈ પણ ક્ષણે ભારત સાથે કામ કરવાના સંદર્ભમાં જોડાવા માટે તૈયાર છીએ કે કેમ તે જોવા માટે અમે એક ઠરાવમાં આવી શકીએ છીએ.ભારત સાથે સંબંધો માત્ર આ એક ઇસ્યુ પૂરતા મર્યાદિત નથી.
વડા પ્રધાન સ્કોટ મોરિસને જાહેરમાં તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને ખાંડની સબસિડી પાછી ખેંચવા માટે વિનંતી કરી છે અને છેલ્લા અઠવાડિયે  વ્યાપાર મંત્રી બર્મિંગહામે  તેની પુષ્ટિ કરી હતી કે વિશ્વ વેપાર સંગઠનમાં ઓસ્ટ્રેલિયાએ “પ્રતિ-સૂચના” નોંધાવી  છે, જેની ચર્ચા જિનિવામાં 26 નવેમ્બરના રોજ બોડીની કૃષિ સમિતિની બેઠકમાં કરવામાં આવશે.
બર્મિંગહામે સ્વીકાર્યું કે ભારત સાથે મુક્ત વેપાર કરાર પરની વાટાઘાટો “પડકારરૂપ પુરવાર થઈ રહી છે”. તેમણે જણાવ્યું હતું કે સરકારે એફટીએની બહાર ભારત સાથે ઊંડા જોડાણ માટેના માર્ગો પર ધ્યાન આપવાની વિનંતી કરી હતી.
જ્યારથી ભારતે નિકાસ પર સબસિડીની જાહેરાત કરી હતી ત્યારથી ઓસ્ટ્રેલિયાએ ભારતનો વિરોધ નોંધાવ્યો હતો. આ ઇસ્યુને લઈને  અન્ય દેશોનો સાથ પણ માંગ્યો હતો.આ ઉપરાંત ભારતના વાણિજ્ય વિભાગને તેમજ કેન્દ્રીય મંત્રીને પણ પત્ર લખીને ઓસ્ટ્રેલિયાની સરકારે સબસીડી પછી ખેંચી લેવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here