રામલલાની જીત, અયોધ્યામાં બનશે રામ મંદિર

332

નવી દિલ્હી: અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઇએ ચૂકાદો વાંચવાનું શરૂ કર્યું છે. સૌથી પહેલાં ચીફ જસ્ટિસે શિયા વકફ બોર્ડની અરજી નકારી કાઢી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેંચ આ ચૂકાદાની સુનાવણી કરી રહી છે. જોકે સુપ્રીમ કોર્ટે 16 ઓક્ટોબરના રોજ બધા પક્ષોને સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો પેન્ડીંગ રાખ્યો હતો. અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવી દીધો છે. આ ચૂકાદામાં વિવાદિત જમીન રાજજન્મભૂમિ ન્યાસને આપવાનો ફેંસલો કર્યો છે. જ્યારે મુસ્લિમ પક્ષને અલગ સ્થળે જગ્યા આપવા માટે કહેવામાં આવ્યું છે.સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અન્યત્ર આપવા સરકારને આદેશ કર્યો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે સરકારને 3 મહિનાની અંદર રામ મંદિર નિર્માણનો એક્શન પ્લાન તૈયાર કરવાનો પણ આદેશ આપ્યો છે.

ચુકાદો આપતા પહેલા સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, ASI એ સ્થાપિત કરી શકયું નથી કે મસ્જિદનું નિર્માણ મંદિરને ધ્વસ્ત કરીને કરાયુ હતું. બાબરી મસ્જિદનું નિર્માણ ખાલી જગ્યા પર થયુ હતુ, જમીનની નીચનો ઢાંચો ઇસ્લામિક નહોતો. ASIના નિષ્કર્ષોથી સાબિત થાય છે કે નષ્ટ કરાયેલા ઢાંચાની નીચે મંદિર હતુ. હિન્દુઓની આસ્થા છે કે ભગવાન રામનો જન્મ ગુંબજની નીચે થયો હતો. આસ્થા વૈયક્તિક વિશ્વાસનો વિષય છે. હિન્દુઓની આસ્થા અને તેમનો એ વિશ્વાસ કે ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, આ નિર્વિવાદ છે.

સુપ્રીમે કહ્યું હતું કે, એ વાતના પુરાવા છે કે અંગ્રેજો આવ્યા તે પહેલાં રામ ચબૂતરો અને સીતા રસોઇની હિન્દુ પૂજા કરતા હતા. રેકોર્ડ્સના પુરાવા બતાવે છે કે વિવાદાસ્પદ જમીનના બહારના ભાગમાં હિન્દુઓનો કબ્જો હતો.
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કેસનો ચુકાદો ASIના પરિણામોના આધાર પર થઇ શકે નહીં. જમીન પર માલિકી હકનો ચુકાદો કાયદાના હિસાબથી થવો જોઇએ. સીજેઆઇ રંજન ગોઇએ કહ્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને શંકાથી પર છે અને તેના અભ્યાસને નજરઅંદાજ કરી શકાય નહીં. સુનાવણી હાથ ધરતાની સાથે જ સુપ્રીમ કોર્ટે નિર્મોહી અખાડાનો દાવો કરાયો રદ્દ કર્યો હતો અને રામલલાને મુખ્ય પક્ષ ગણાવ્યો હતો

શિયા વક્ફ બોર્ડનો દાવો એકતમથી રદ્દ, સીજેઆઇ ગોગોઇએ કહ્યું કે અમે 1946ના ફૈઝાબાદ કોર્ટના નિર્ણયને પડકારતી શિયા વક્ફ બોર્ડનીં સિંગલ લીવ પિટિશન (SLP)ને નકારી દીધી છે.

સુનાવણી હાથ ધરતા જ સુપ્રીમ કોર્ટે શિયા બોર્ડની અરજી ફગાવી દીધી હતી. 40 દિવસ સુધી ચાલેલી સુનવણી બાદ સુપ્રીમ કોર્ટે 16મી ઑક્ટોબરના રોજ ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો. આ દેશનો સૌથી જૂનો મામલો છે અને આ મામલે 40 દિવસો સુધી નિયમિત સુનાવણી થઇ હતી. આ સુપ્રીમ કોર્ટના ઐતિહાસમાં અત્યાર સુધીની સૌથી લાંબી ચાલનાર સુનાવણી હતી. સૌથી લાંબી સુનાવણીનો રેકોર્ડ 1973ના કેશવાનંદ ભારતી કેસનો છે, જેમાં 68 દિવસો સુધી સુનાવણી ચાલી હતી.

30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટે અયોધ્યાના વિવાદાસ્પદ સ્થળને રામ જન્મભૂમિ ગણાવી હતી. હાઇકોર્ટે 2.77 એકર જમીનની વહેંચણી કરી દીધી હતી. કોર્ટે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાની વચ્ચે જમીન સરખાભાગે વહેંચવાનો આદેશ આપ્યો હતો.

કેસ સાથે જોડાયેલી ત્રણ પાર્ટીઓ નિર્મોહી અખાડા, સુન્ની વક્ફ બોર્ડ, અને રામલલા વિરાજમાને આ ચુકાદો માનવાની ના પાડી દીધી હતી. હાઇકોર્ટના આ ચુકાદાની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ થઇ. આ કેસ છેલ્લાં નવ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.

સુન્ની વકફ બોર્ડના વકીલે જફરયાબ જિલાનીએ ચુકાદા પર પ્રેસ કોંન્ફ્રેંસ કરી કહ્યું, ‘અમે ચુકાદાથી ખુશ નથી અને તેના પર ચર્ચા કરીશું અને પછી નક્કી કરીશું કે તેની સમીક્ષા માટે અરજી દાખલ કરીશું કે નહી. હાલ આ ચુકાદાનો આદર કરવો જોઇએ. અમે તેના વિરૂદ્ધ કોઇ પ્રદર્શન કરવું ન જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here