ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહેશે: પિયુષ ગોયલ

કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે જણાવ્યું હતું કે ઘઉંની નિકાસ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે કારણ કે ભારતે તેના સ્થાનિક બજાર માટે ખાદ્યાન્નનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરીને ફુગાવાને કાબૂમાં રાખવો પડશે. તેમણે કહ્યું કે ઘઉંની ખરીદી શરૂ થઈ ગઈ છે અને ખરીદીના પ્રથમ સપ્તાહના આંકડા ‘અત્યંત’ સંતોષકારક છે. “મને ખાતરી છે કે કમોસમી વરસાદ છતાં પાક સારો રહેશે.

દેશમાં મોંઘવારી ઘટાડવી મહત્વપૂર્ણ રહેશે અને તેથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રહે તે જરૂરી છે. તેઓ ભારત અને ઈટાલી વચ્ચે આર્થિક સંબંધો વધારવા નેતાઓ અને ઔદ્યોગિક ગૃહોને મળવા બે દિવસની મુલાકાતે અહીં આવ્યા છે. વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે મે 2022માં વધતા સ્થાનિક ભાવને અંકુશમાં લેવાના પગલાંના ભાગરૂપે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

કૃષિ મંત્રાલયના બીજા અનુમાન મુજબ, પાક વર્ષ 2023-24 (જુલાઈ-જૂન)માં 11 કરોડ 21.8 લાખ ટન ઘઉંનું વિક્રમી ઉત્પાદન થવાની ધારણા છે. 1 એપ્રિલે FCI ગોડાઉનમાં 84 લાખ ટન ઘઉંનો સ્ટોક હશે. FCI એ સરકારની મુખ્ય એજન્સી છે જે PDS (જાહેર વિતરણ વ્યવસ્થા) અને કલ્યાણકારી યોજનાઓ માટે અનાજની ખરીદી અને વિતરણ કરે છે. આ ઉપરાંત, ખેડૂતો દ્વારા ઘઉંના વેચાણને નુકસાન અટકાવવા તેમજ તેમના હિતોનું રક્ષણ કરવા માટે કેન્દ્રએ પંજાબ, ચંદીગઢ, હરિયાણા અને રાજસ્થાનમાં ઘઉંની ખરીદી માટે ગુણવત્તાના ધોરણો હળવા કર્યા છે. આ રાજ્યોના કેટલાક ભાગોમાં તાજેતરના કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને ભારે પવને ઘઉંના પાકને નુકસાન પહોંચાડ્યું હતું, જે લણણી માટે તૈયાર હતો. આ રાજ્યોની સરકારોએ ખરીદીના નિયમોમાં છૂટછાટની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here