પટના: બંધ પડેલી સુગર મિલોથી મળી શકે છે 25 હજાર લોકોને રોજગારી

બિહારની હિન્દ મજદૂર સભાએ રાજયના મુખ્ય મંત્રી નીતિસકુમારને એક પત્ર લખીને રાજ્યમાં બંધ પડેલી સુગર મિલો ચાલુ કરવાનો અનુરોધ કર્યો છે.જો આ બંધ પડેલી મિલો ચાલુ કરવામાં આવે તો 25 હજાર જેટલા મજ઼દૂરોને સીધો અને 2 લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગાર મળી રહેશે એ ઉપરાંત 25 લાખ જેટલા ખેડૂતોની આવકમાં પણ વધારો આવી શકે છે. હિન્દમજદૂર સભાએ બંધ પડેલી મિલોના અજુરોને બાકી વેતન પણ ચૂકવી દેવા માટે સરકારને અનુરોધ કર્યો છે.

હિન્દ મજદૂર સભા અધ્યક્ષ અધનું યાદવે જણાવ્યું હતું કે લોહત સાકરી,રાઇયં,અને સમસ્તીપુરની સુગર મિલો ચાલુ કરવી જોઈએ આ ઉદ્યોગના વિકાસની ચાવી છે એવું કહેવામાં આવે છે કે ઘણા યુનિટમાં કામદારોને ચૂકવણી કરવામાં આવી છે, પરંતુ પ્રોવિડન્ટ ફંડ ન ભરવાને કારણે પેન્શન આપવામાં આવી રહ્યું નથી.તેથી, આ સંદર્ભે જરૂરી માર્ગદર્શિકા આપવી જોઈએ. તેમણે કહ્યું કે સુગર મિલોના કામદારોની તમામ જવાબદારીઓની ચુકવણી માટે રાજ્ય સરકારે રૂ.162 કરોડ આપ્યા હતા.ચકવણી તમામ જિલ્લાઓમાં કરવામાં આવી હતી, પરંતુ મધુબાની જિલ્લાની લોહત સુગર મિલને ચૂકવણી કરવામાં આવી ન હતી તેમણે સરકારને વિનંતી કરી હતી કે આ તથ્યોને ધ્યાનમાં રાખીને કામદારોની સમસ્યાઓનું સમાધાન લાવવામાં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here