બાંગ્લાદેશ:શૂગર મિલમાં ભીષણ આગ ફાટી નીકળી; 100,000 ટન ખાંડ બળીને રાખ થઈ ગઈ

ઢાકા, બાંગ્લાદેશ: કર્નાફૂલી ઉપજિલા ચટ્ટોગ્રામના ઈચ્છાનગર વિસ્તારમાં સ્થિત એસ આલમ રિફાઈન્ડ શૂગર ઈન્ડસ્ટ્રીઝના વેરહાઉસમાં 4 માર્ચે બપોરે લાગેલી વિનાશક આગને બીજા દિવસે એટલે કે આજે ઘણા પ્રયત્નો બાદ ઓલવી શકાઈ. આ આગમાં ભારે નુકશાન થયું છે. ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેરહાઉસમાં આશરે 100,000 ટન કાચી ખાંડ, 1,000 કરોડ રૂપિયાની કિંમતના અત્યંત જ્વલનશીલ પદાર્થની હાજરીને કારણે આગને ઓલવવાની પ્રક્રિયા લાંબી થઈ રહી છે.

કર્ણફૂલી ફાયર સ્ટેશનના વેરહાઉસના નિરીક્ષક શોએબ હુસૈન મુન્શીએ જણાવ્યું હતું કે આગનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. વધુ માહિતી તપાસ બાદ બહાર આવશે. તેમણે એમ પણ કહ્યું કે નોંધપાત્ર નુકસાન થયું છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી. એસ આલમ રિફાઈન્ડ સુગર ઈન્ડસ્ટ્રીઝમાં બે રિફાઈનરી પ્લાન્ટનો સમાવેશ થાય છે. પ્લાન્ટ-1ની રોજની 900 ટન ઉત્પાદન ક્ષમતા છે, જ્યારે પ્લાન્ટ-2 પ્રતિ દિવસ 1,600 ટન ઉત્પાદન કરી શકે છે. આ ફેક્ટરી થાઈલેન્ડ અને ફ્રાન્સની ટેકનોલોજી અને ટેક્નિકલ સહાયથી ચાલે છે.

એસ આલમ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુબ્રત કુમાર ભૌમિકે જણાવ્યું હતું કે, “રમઝાન માટે એક લાખ મેટ્રિક ટન કાચી ખાંડનો સ્ટોક કરવામાં આવ્યો હતો. આ ખાંડ બ્રાઝિલથી આયાત કરવામાં આવી હતી. આગની સ્થિતિ દર્શાવે છે કે વધુ ખાંડ બાકી નથી. પરિણામે, અમારા માટે રમઝાન દરમિયાન બજારમાં ખાંડની સપ્લાય કરવી શક્ય બનશે નહીં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here