બાંગ્લાદેશ: છ મિલો બંધ કરવાની સામે કર્મચારી અને શેરડીના ખેડુતો દ્વારા વિરોધ પ્રદર્શનની ઘોષણા

ઢાકા, બાંગ્લાદેશ: બાંગ્લાદેશની શુગર અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન (બીએસએફઆઇસી) એ તાજેતરમાં સરકારની માલિકીની છ શુગર મિલોને આધુનિક બનાવવા માટે કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. બીએસએફઆઇસીના આ નિર્ણયથી મિલ કર્મચારીઓ નોકરી ગુમાવે તેવી દહેશત છે. શુગર મિલના કામદારો અને શેરડીના ખેડુતોએ છ મિલો બંધ કરવા સામે વિરોધ જાહેર કર્યો છે. ઉદ્યોગ પ્રધાન નૂરુલ મજીદ મહમૂદ હુમાયુએ ખાતરી આપી છે કે છ શુગર મિલોના આધુનિકરણની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામદારોને અન્ય મિલોમાં ખસેડવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર ઉદ્યોગ પ્રધાને કહ્યું, પ્રથમ વાત સ્પષ્ટ છે કે અમે કોઈ પણ શુગર મિલ બંધ નહીં કરીએ. અમે નુકસાન ઘટાડવા મિલોને આધુનિક બનાવવાની પહેલ કરી રહ્યા છીએ.

તેમણે જણાવ્યું હતું કે, મિલોના નવીનીકરણના સમયગાળા દરમિયાન, અમારા કાયમી કામદારો સંબંધિત વિસ્તારોમાં કેટલીક અન્ય મિલો અથવા અન્ય કામ સાથે સંકળાયેલા હશે, પરંતુ કરાર આધારિત કામદારોએ કામ ફરી શરૂ કરવા માટે મીલની રાહ જોવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નવ મિલો હજી કાર્યરત છે. બીએસએફઆઈસીના અધ્યક્ષ સનતકુમાર સહાએ પણ મીડિયાને જણાવ્યું હતું કે બંધ મિલોના કામદારોને રાજ્યની અન્ય માલિકીની મિલોમાં ખસેડવામાં આવશે.

બીએસએફઆઇસીએ 2 ડિસેમ્બરે સરકારના આદેશમાં જણાવ્યું હતું કે, પાબણા શુગર, શ્યામપુર શુગર, પંચગર શુગર, સેતબગંજ શુગર, રંગપુર શુગર અને કુષ્ટિયા શુગર – છ મિલોનું ઉત્પાદન આગળની સૂચના સુધી બંધ કરવામાં આવશે. છ મિલોમાં લગભગ 3,000 કર્મચારી કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here