બાંગ્લાદેશ: શુગર મિલના મજુરો અને ખેડૂતોની હડતાલ

ઢાકા: બાંગ્લાદેશની રંગપુર શુગર મિલના કામદારો, ખેડુતો, પિલાણની મોસમની શરૂઆતની માંગ સાથે હડતાલ પર ઉતર્યા હતા.અને તેઓએ માંગણી પણ કરી હતી કે તેમના લેણાંની ચૂકવણી વિના વિલંબ થાય અને વહેલી તકે મિલોનું આધુનિકરણ કરવામાં આવે. તેમની માંગણીઓ માટે વિરોધીઓએ શોભાયાત્રા કાઢી હતી. સવારે 11 વાગ્યે વિરોધીઓએ મહીમગંજ સ્ટેશન પર જઈને ટ્રેનને રોકી રાખી હતી હતો સિમથર થી બરારી-બાંધી એક્સપ્રેસ ટ્રેન બપોર સુધી રોકી હતી.

1 ડિસેમ્બરે, બાંગ્લાદેશ શુગર અને ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશને 15 શુગર મિલોમાંથી 6 માં શેરડીનું પિલાણ બંધ કરવાની ઘોષણા કરી હતી. સરકારના નિર્ણય બાદથી કામદારો અને ઉત્પાદકોએ સરકારના નિર્ણયને પાછો ખેંચવાની માંગણી કરતા દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here