જાહેર ક્ષેત્રની બેન્કોને બજેટમાં ફરી મળી શકે છે મોટી રાહત

96

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જાહેર ક્ષેત્રની બેંકોના એકીકરણની ઘોષણા કર્યાના લગભગ ત્રણ મહિના પછી, આમાં સામેલ 10 બેંકો પ્રક્રિયા પૂર્ણ કરવા આકારણીના અગ્રીમ તબક્કામાં છે. પંજાબ નેશનલ બેંક (પીએનબી), યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, કેનેરા બેન્ક અને ઇન્ડિયન બેંકને એન્કર બેન્ક માનવામાં આવી છે, જે 6 નાની બેન્કોને તેમનામાં મર્જ કરશે.

આ મર્જરથી બેન્કો પર વધારાની જોગવાઈનો બોજો પડશે, તેથી અપેક્ષા છે કે જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી નાખવાનો બીજો તબક્કો આગામી સામાન્ય બજેટમાં શરૂ થઈ શકે. બેન્કોને કેટલી મૂડીની જરૂર પડશે અને સરકાર તેમાં કેટલી મૂડી ફાળવી શકે તેની જોરશોરથી તપાસ કરવામાં આવી રહી છે. કેનેરા બેંકે ઓડિટ અને કન્સલ્ટન્સી ફર્મ પીડબ્લ્યુસીની નિમણૂક કરી છે, જ્યારે ભારતીય બેંકે કેપીએમજીની નિમણૂક કરી છે.

ડિલોઇટને પીએનબી અને યુનિયન બેંકથી આ કામની જવાબદારી મળી છે. ઈન્ડિયન બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ પદ્મજા ચુંદરૂએ કહ્યું કે, અમને આશા છે કે ડિસેમ્બર સુધીમાં તપાસની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. જાહેર ક્ષેત્રની બેંકના ટોચના એક્ઝિક્યુટિવના મતે, મર્જરની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે એકીકરણ સાથે સંકળાયેલી તમામ બેંકોને 31 ડિસેમ્બર સુધીમાં તપાસ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, “આનું પરિણામ જાન્યુઆરી 2020ના પહેલા કે બીજા અઠવાડિયામાં બહાર આવે તેવી અપેક્ષા છે અને એ પણ ખબર પડશે કે એન્કર બેન્કોને કેટલી વધારાની જોગવાઈઓ કરવી પડશે અને વિલયને કારણે બેન્કોને પોતાના ખાતામાં તેને સામેલ કરવી પડશે.” નાણાકીય વર્ષ 2020ના ડિસેમ્બર અને માર્ચ ક્વાર્ટરના નાણાકીય પરિણામોમાં બેન્કર્સ મર્જર સંબંધિત જોગવાઈ ખર્ચ બતાવી શકે છે.

અન્ય એક બેંકરે કહ્યું કે, “આગામી બે ક્વાર્ટરમાં, બેંકો ફરીથી નુકસાનમાં આવી શકે છે. અમારું માનવું છે કે મૂડીની પર્યાપ્તતામાં કોઈ સમસ્યા રહેશે નહીં કારણ કે હાલમાં જ બેંકમાં મૂડી રેડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જો કે, એકીકરણ પૂર્ણ થયા પછી મૂડી નાખવાની પ્રક્રિયા ફરીથી શરૂ થવાની અપેક્ષા છે. એકીકરણ પ્રક્રિયામાં સામેલ અન્ય જાહેર બેંકના વડાએ કહ્યું, એકીકૃત એન્ટિટી 1 એપ્રિલ, 2020 થી લાગુ થશે અને અમારું માનવું છે કે સંકલિત બેંકોમાં મૂડી રોકાણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here