આગામી મહિને 8 દિવસ બંધ રહેશે બેંક

ઓક્ટોબર પૂરો થવા આવ્યો છે. આ સાથે જ બેંકોની ઓક્ટોબરની રજાઓ પણ પૂર્ણ થઇ ગઇ છે. ઓક્ટોબરમાં 11 દિવસ બેંકોનું કામકાજ બંધ રહ્યું હતું. નવેમ્બર શરૂ થવાનો છે. એવામાં જરૂરી છે કે તેમને પહેલાથી જ ખબર હોય કે આ મહિને સરકારી અને પ્રાઇવેટ બેંકોમાં કયા કયા દિવસે રજા રહેશે. આ જાણકારી હોવાથી તમને તમારું શેડ્યૂલ બનાવવામાં સરળતા રહેશે. નવેમ્બરમાં 8 દિવસ બેંકોનું કામકાજ બંધ રહેશે.

અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે રજાઓ

નવેમ્બરમાં આવનારી આ 8 રજાઓમાં તહેવારને લઇને મળતી રજાઓ સાથે આ મહિલને બીજો અને ચોથો શનિવાર પણ સામેલ છે. એવામાં જરૂરી છે કે, તમે તમારી બેંક સાથે જોડાયું કામ સમયસર કરી લો. બેંકોની રાજાઓ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દિવસે રજાઓ આવે છે. નવેમ્બરની શરૂઆત એટલે કે 1 નવેમ્બરે બેંગલુરૂ અને ઇમ્ફાલમાં કન્નડ રાજ્યોત્સવની તક પર બેંકોની રજા રહશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here